Shubman Gill record in T20: શુભમન ગિલનું તોફાન, T20માં વિરાટ કોહલીનો મહારેકોર્ડ તોડી નાંખ્યો

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Shubman Gill record in T20:  IPL 2025ની 39મી મેચમાં ગુજરાત ટાઈટન્સે શાનદાર પ્રદર્શન કરીને કોલકાતા નાઈટ રાઈડર્સને 39 રનથી કારમી હાર આપી હતી. આ જીતમાં ગુજરાતના શુભમન ગિલે ઇતિહાસ રચ્યો અને 90 રન બનાવીને આઉટ થયો. ગિલને તેના શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો. તમને જણાવી દઈએ કે T20માં ગિલને 12મી ગિલને T20 મેચનો એવોર્ડ મળ્યો છે. આમ કરીને ગિલે પોતાના નામે એક ખાસ રેકોર્ડ બનાવી લીધો છે. શુભમન ગિલ 25 વર્ષની ઉંમરે સૌથી વધુ T20 મેન ઓફ ધ મેચ એવોર્ડ જીતનાર ભારતીય ખેલાડી બની ગયો છે. ગિલે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. 25 વર્ષની ઉંમર સુધીમાં કોહલીએ T20માં 11 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતવામાં સફળતા મેળવી હતી.

Share This Article