Smriti Mandhana: ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના માટે વર્ષ 2024 શાનદાર રહ્યું. તેઓ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઓપનર બેટ્સમેન અને આરસીબી મહિલા ટીમની કેપ્ટન છે. સ્મૃતિ મંધાનાએ આ વર્ષે ભારત માટે વનડે જ નહીં પરંતુ ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને તે સૌથી વધુ રન બનાવનારી ખેલાડી રહી હતી સાથે જ તેણે ઘણા શાનદાર રેકોર્ડ પણ બનાવ્યા હતા. મંધાનાએ તાજેતરમાં જ વેસ્ટ ઇન્ડિઝ સામેની 3 મેચ સીરિઝમાં સતત 50 ઇનિંગ્સ ફટકારી હતી અને આવું કરનારી તે પ્રથમ મહિલા બેટ્સમેન બની હતી.
WT20I માં સ્મૃતિ મંધાનાએ 2024માં સૌથી વધુ રન બનાવ્યા
આ વર્ષની શરૂઆતમાં આરસીબી એ પ્રથમ ટ્રોફી જીત્યા બાદ સ્મૃતિ મંધાનાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને તેના કારણે તેણે મહિલા ટી 20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી તરીકે વર્ષ પૂર્ણ કર્યું હતું. 28 વર્ષીય લેફ્ટ બેટ્સમેન ટી 20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી 3000 રન સુધી પહોંચનારી છઠ્ઠી ખેલાડી પણ બની હતી તેમજ તે આ વર્ષે ભારત તરફથી ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનારી ખેલાડી પણ હતી.
સ્મૃતિ મંધાનાએ એક પણ સદી ફટકાર્યા વિના આ કમાલ કરી બતાવી હતી અને ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 8 અડધી સદી ફટકારી હતી. આ વર્ષે તેણે કુલ 23 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. એટલું જ નહીં, તે એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ રહી હતી. આ ઉપરાંત તે આ વર્ષે મહિલા ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સ્કોર બનવાની સાથે સાથે સૌથી વધુ ફોર ફટકારનાર ખેલાડી પણ બની હતી.
મહિલા ટી 20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 1 કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન
સ્મૃતિ મંધાના (ભારત) – વર્ષ 2024માં 763 રન
ચમારી અતાપટ્ટુ (શ્રીલંકા) – વર્ષ 2024માં 720 રન
ઈશા ઓજા (યુએઈ) – વર્ષ 2024માં 711 રન
હેલે મેથ્યુઝ (વેસ્ટ ઈન્ડિઝ) – વર્ષ 2023માં 700 રન
કવિશા અગોડેઝ (યુએઈ) – વર્ષ 2022માં 696 રન
મહિલા ટી 20 આંતરરાષ્ટ્રીય મેચોમાં સૌથી વધુ 50 પ્લસ સ્કોર
સ્મૃતિ મંધાના (ભારત) – 142 ઇનિંગ્સમાં 30
સૂજી બેટ્સ (ન્યૂઝીલેન્ડ) – 168 ઇનિંગ્સમાં 29
બેથ મૂની (ઓસ્ટ્રેલિયા) – 100 ઇનિંગ્સમાં 25 રન
સ્ટેફની ટેલર (વેસ્ટ ઇન્ડિઝ) – 122 ઇનિંગ્સમાં 22 રન
સોફી ડિવાઇન (ન્યૂઝીલેન્ડ) – 139 ઇનિંગ્સમાં 22 રન
મહિલા ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટસૌથી વધુ ચોગ્ગા ફટકારનારા ખેલાડીઓ
સ્મૃતિ મંધાના (ભારત) – 506 ચોગ્ગા
સુજી બેટ્સ (ન્યૂઝીલેન્ડ) – 505 ચોગ્ગા
ચમારી અતાપટ્ટુ (શ્રીલંકા) – 439 ચોગ્ગા
એલિસા હિલી (ઓસ્ટ્રેલિયા) – 409 ચોગ્ગા
મેગ લેનિંગ (ઓસ્ટ્રેલિયા) – 405 ચોગ્ગા
સ્મૃતિ મંધાનાએ વન-ડે ફોર્મેટમાં પણ સૌથી વધુ રન બનાવ્યા
સ્મૃતિ મંધાનાએ વર્ષ 2024માં માત્ર ટી-20 ફોર્મેટમાં જ નહીં પરંતુ વન ડે ફોર્મેટમાં પણ ભારત માટે સૌથી વધુ રન ફટકાર્યા હતા. તેણે આ વર્ષે રમાયેલી 10 વન ડેની 10 ઇનિંગ્સમાં 59.90ની શાનદાર એવરેજ સાથે 599 રન ફટકાર્યા હતા અને આ દરમિયાન તેણે 4 સદી અને એક અડધી સદી પણ ફટકારી હતી.
સ્મૃતિ મંધાનાએ વર્ષ 2024માં મંધાનાનો વન ડેમાં સર્વશ્રેષ્ઠ સ્કોર 136 રન હતો અને તેણે 74 ચોગ્ગા અને 4 છગ્ગા પણ ફટકાર્યા હતા. વન ડેમાં તે આ વર્ષે સૌથી વધુ રન ફટકારવામાં બીજા ક્રમે રહી હતી. હરમનપ્રીત કૌર ભારત માટે 9 વન ડેમાં 308 રન સાથે બીજા ક્રમે રહી હતી, જેમાં તેણે એક સદી અને એક અડધી સદી ફટકારી હતી. આ વર્ષે તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 103 રન હતો.