Sunil Gavaskar on IPL vs Ranji Trophy: IPLના કારણે ભારતીય ક્રિકેટને નુકસાન, સુનિલ ગાવસ્કરનું ચોંકાવનારૂ નિવેદન

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Sunil Gavaskar on IPL vs Ranji Trophy:  IPL વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ છે. આ લીગમાં ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થાય છે. 14 વર્ષથી લઈને 43 વર્ષના ક્રિકેટરો આ લીગમાં રમે છે અને કરોડો રૂપિયા કમાય છે. તમને જણાવી દઈએ કે IPL દ્વારા ઘણા ભારતીય ઘરેલૂ ખેલાડીઓને ઈન્ટરનેશનલ સ્ટાર્સ સાથે રમવા અને શીખવાની તક મળે છે. ખેલાડીઓને આપવામાં આવતો પગાર કરોડોમાં છે. આ જ કારણ છે કે IPLની ચમક દિવસ-રાત વધતી જઈ રહી છે. આવી સ્થિતિમાં હવે સુનિલ ગાવસ્કરે IPL અંગે એક મોટું નિવેદન આપતા કહ્યું કે, IPLના કારણે ભારતીય ક્રિકેટને મોટું નુકસાન થઈ રહ્યું છે. ભારતના પૂર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કરે પોતાની કોલમમાં IPLની પ્રશંસા કરી, પરંતુ T20 ટુર્નામેન્ટ અને ભારતમાં સ્થાનિક ક્રિકેટ રમનારા ખેલાડીઓ માટેનું અંતર પણ જણાવ્યું.

IPLના ગ્લેમરને કારણે રણજી ટ્રોફી જેવી ટુર્નામેન્ટની અવગણના

ગાવસ્કરનું માનવું છે કે IPLના ગ્લેમરને કારણે રણજી ટ્રોફી જેવી ટુર્નામેન્ટને અવગણવામાં આવી રહી છે, જે લાંબા ગાળે ભારતીય ક્રિકેટને નુકસાન પહોંચાડી શકે છે. તમને જણાવી દઈએ કે, ખેલાડીઓ IPLમાં સારું પ્રદર્શન કરે છે અને ભારતીય ટીમ માટે રમે છે પરંતુ રણજી ટ્રોફીમાં વર્ષો સુધી શાનદાર પ્રદર્શન કર્યા પછી પણ તેમને સરળતાથી સ્થાન નથી મળતું.

રણજી ટ્રોફીના પ્રદર્શનથી તદ્દન વિપરીત

ગાવસ્કરે પોતાની કોલમમાં લખ્યું કે, ‘આ IPL એ ફરી એકવાર દેખાડી દીધુ છે કે એક પ્રદર્શન એક અજાણ્યા ખેલાડીને ઉચ્ચ સન્માનની દોડમાં લાવી શકે છે. આ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ, રણજી ટ્રોફીના પ્રદર્શનથી તદ્દન વિપરીત છે, જ્યાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓ ચર્ચામાં નથી આવતા. IPLની એક સારી સીઝન કોઈ ખેલાડીને એટલું આપે છે જેટલું તેને તેની આખી રણજી ટ્રોફી કારકિર્દી નથી આપી શકતી.

આ અંતર કેવી રીતે ઘટાડી શકાય તે પણ જણાવ્યું

ગાવસ્કરે પોતાની કોલમમાં લખ્યું કે, ‘એવા ઘણા ઉદાહરણો છે જ્યારે એક મેચમાં સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓ એક કે બે સીઝનમાં રમતમાંથી બહાર થઈ જાય છે, પરંતુ IPLની એક સીઝન ઘણીવાર તેમને રણજી ટ્રોફીની આખી કારકિર્દી કરતાં વધુ પૈસા આપે છે. જોકે, આ અસંતુલનનો શ્રેય IPLની જનતા વચ્ચે અપીલ અને તેના કારણે મોટા પાયે પ્રસારણ અને સ્પોન્સરશિપ અધિકારોને જાય છે, પરંતુ તે એ ખેલાડીઓને જરૂર નિરાશ કરે છે જેઓ IPL કરતા લગભગ ત્રણ ગણી વધુ ક્રિકેટ મેચ રમે છે.’

ગાવસ્કરે પોતાની વાત આગળ વધારતા લખ્યું કે, ‘આ ઘા પર મીઠું ભભરાવવા જેવું છે, જે લોકો આખી સીઝન ઘરેલુ ક્રિકેટ રમે છે તેઓ અનકેપ્ડ IPL ખેલાડીની સૌથી ઓછી બેઝ પ્રાઈઝ 30 લાખ રૂપિયા પણ નથી કમાઈ શકતા. જો મુંબઈ જેવા અન્ય સંગઠનો રણજી ખેલાડીઓને BCCI દ્વારા આપવામાં આવતી ચૂકવણી સાથે મેળ ખાય છે, તો આ અસંતુલન ઘણી હદ સુધી ઘટાડી શકાય છે.’

Share This Article