Suryakumar Yadav Record In T20: આઇપીએલ 2025ની સીઝનમાં મુંબઈ ઇન્ડિયન્સે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે પ્રથમ વખત આઠ વિકેટે મેચ જીતી હતી. મુંબઈ ઇન્ડિયન્સની આ જીતમાં સૂર્યકુમાર યાદવનો ફાળો બહુમૂલ્ય રહ્યો છે. આ મેચ સાથે સૂર્યકુમાર યાદવ ટી20 કરિયરમાં 8000 રન બનાવનારો પાંચમો ટોચનો ભારતીય ખેલાડી બન્યો છે. સૂર્યકુમાર યાદવે મેચમાં માત્ર નવ બોલમાં 27 રન ફટકાર્યા હતાં. જેમાં 300ના સ્ટ્રાઇક રેટ સાથે ત્રણ વખત ચોગ્ગા ફટકારી નવો રૅકોર્ડ સર્જ્યો હતો.
સૌથી વધુ રન ફટકારનારો પાંચમો ખેલાડી
સૂર્યકુમાર યાદવે 8000 રન ફટકારી ટી20 કરિયરમાં સૌથી વધુ રન ફટકારનારો પાંચમો ખેલાડી બન્યો છે. વિરાટ કોહલી, રોહિત શર્મા, સુરેશ રૈના, અને શિખર ધવન બાદ તે પાંચમો ખેલાડી છે. તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ત્રણ ટાઇમ આઇપીએલ ચેમ્પિયને 2598 રન ફટકાર્યા છે. આઇપીએલમાં 3698 રન માર્યા છે.
વિશ્વનો બીજો ઝડપી પ્લેયર
વિશ્વમાં સૂર્યકુમાર યાદવ એન્ડ્રે રસેલ બાદ સૌથી વધુ બોલમાં રન બનાવનારો ખેલાડી છે. વેસ્ટ ઇન્ડિઝના એન્ડ્રે રસેલ આ કેટેગરીમાં પ્રથમ સ્થાને છે. તેણે 4749 બોલમાં સૌથી વધુ રન બનાવ્યા છે. જ્યારે સૂર્યકુમાર યાદવે 5256 બોલમાં સૌથી વધુ રન બનાવ્યા છે.
ટી20માં ટોપ-5 સ્ટ્રાઇક રેટ સાથે રમનારા ભારતીય ખેલાડી
ખેલાડી | સ્ટ્રાઇક રેટ | રન | એવરેજ |
સૂર્યકુમાર યાદવ | 152.28 | 8007 | 34.21 |
સુરેશ રૈના | 137.45 | 8645 | 32.17 |
રોહિત શર્મા | 134.7 | 11851 | 30.7 |
વિરાટ કોહલી | 134.21 | 12976 | 41.58 |
શિખર ધવન | 125.34 | 9797 | 32.98 |
સ્ટ્રાઇક રેટમાં પણ ટોપ પર
સૂર્યકુમાર યાદવે સૌથી વધુ સ્ટ્રાઇક રેટ પર રન બનાવ્યા છે. જે 152.8ના સ્ટ્રાઇક રેટ પર 8007 રન બનાવનારો ટોચનો ભારતીય ખેલાડી છે. સુરેશ રૈના 137.45 સ્ટ્રાઇક રેટ પર 8645 રન ફટકારવાની સાથે બીજો ટોચનો ખેલાડી છે. ત્રીજા ક્રમે રોહિત શર્મા (134.70 સ્ટ્રાઇક રેટમાં 11851 રન) છે. વૈશ્વિક સ્તરે સૌથી વધુ સ્ટ્રાઇક રેટ સાથે રમનારા ખેલાડીમાં સૂર્યકુમાર યાદવ પાંચમા ક્રમે છે.