Vaibhav Suryavanshi Crying: જે ઉંમરે બાળકો 10મા ધોરણની પરીક્ષામાં કેટલા માર્ક્સ મેળવશે તેની ચિંતા કરતા હોય છે, તે ઉંમરે વૈભવ સૂર્યવંશીએ ક્રિકેટની મોટી કસોટી પાસ કરી છે. 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી અને તેનો પરિવાર 19મી એપ્રિલની તારીખ ક્યારેય ભૂલી શકશે નહીં. બિહારના સમસ્તીપુરનો રહેવાસી વૈભવ સૂર્યવંશી IPLમાં ડેબ્યૂ કરનાર સૌથી યુવા ખેલાડી બન્યો.
આઉટ થયા બાદ વૈભવ સૂર્યવંશી રડવા લાગ્યો
લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં રાજસ્થાન રોયલ્સે વૈભવ સૂર્યવંશીને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો. આ યુવા ખેલાડીએ પહેલા જ બોલ પર છગ્ગો ફટકારીને જાહેરાત કરી કે ભલે તે યુવાન છે, બોલરોએ તેને બાળક માનવાની ભૂલ ન કરવી જોઈએ.
Vaibhav suryavanshi is crying when he is going back to dugout after getting out 😭 . Very emotional moment for him 🌟.#LSGvRR #RRvsLSG #RRvsLSG pic.twitter.com/vQlIMd1gAN
— UDAYRAJ PAL(सनातनी हिंदू 🕉️🕉️🕉️) FB 💯 (@UD2004k) April 19, 2025
વૈભવ સૂર્યવંશીએ 20 બોલમાં 34 રનની ઈનિંગ રમી. તેણે પોતાની ઇનિંગની શરૂઆત શાનદાર સિક્સરથી કરી. વૈભવને લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન ઋષભ પંતે એડન માર્કરમની બોલિંગમાં સ્ટમ્પ આઉટ કર્યો. સ્ક્રીન પર ‘આઉટ’ ઝબકતાંની સાથે જ વૈભવ પેવેલિયન તરફ ચાલવા લાગ્યો. જ્યારે તેણે પોતાનું હેલ્મેટ ઉતાર્યું, ત્યારે તેની આંખોમાં આંસુ આવી ગયા હતા.
14-YEARS OLD VAIBHAV SURYAVANSHI STARTED IPL CAREER WITH A SIX ON FIRST BALL. 🥶
– This is Crazy from Vaibhav..!!!! pic.twitter.com/AITIszKjXl
— Tanuj (@ImTanujSingh) April 19, 2025
વૈભવ સૂર્યવંશી IPLનો સૌથી યુવા ખેલાડી બન્યો
રાજસ્થાન રોયલ્સનો વૈભવ સૂર્યવંશી IPLમાં ડેબ્યૂ કરનાર સૌથી યુવા ખેલાડી છે. તે 14 વર્ષ અને 23 દિવસની ઉંમરે આઈપીએલ કારકિર્દીની શરૂઆત કરી હતી. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેણે જે રીતે પોતાની કારકિર્દીની શરૂઆત કરી છે, તેનો અંત વધુ વિસ્ફોટક હશે. વૈભવે આરસીબીના પ્રયાસ રોય બર્મનનો રેકોર્ડ તોડ્યો, જેમણે 16 વર્ષ અને 157 દિવસની ઉંમરે આઈપીએલ 2019માં ડેબ્યૂ કર્યું હતું.