Virat Kohli Mocked Himself: 14 વર્ષ જૂના વીડિયો પર કોહલીનો મજાક, કહ્યું- ક્યાંથી શોધી લાવો છો!

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Virat Kohli Mocked Himself: 9 એપ્રિલના રોજ RCBના બેટર વિરાટ કોહલીને તેનો જૂનો ઈન્ટરવ્યુ બતાવવામાં આવ્યો હતો.  આ ઈન્ટરવ્યુ જોયા બાદ કોહલી પોતે પણ હસી પડ્યો અને તે પોતાની જ મજાક ઉડાવવા લાગ્યો. આ ઈન્ટરવ્યુ તેમણે પહેલી વખત IPLમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યા બાદ આપ્યું હતું. જે 14 વર્ષ પહેલા IPL 2011માં આવ્યું હતું.

IPLમાં પોતાના ડેબ્યૂના 4 વર્ષ બાદ કોહલીએ દિલ્હીમાં પોતાના ઘરેલૂ દર્શકો સામે પોતાનો પહેલો પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીત્યો હતો. આ મેચમાં કોહલીએ 38 બોલમાં 56 રન બનાવ્યા હતા. તેમાં 8 ચોગ્ગા અને બે છગ્ગા સામેલ હતા. તેની આ જ ઈનિંગના કારણે RCBએ ડેરડેવિલ્સ સામે ત્રણ બોલ બાકી રહેતા 162 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો.

- Advertisement -
Share This Article