લેપટોપ અને ટીવી સ્ક્રિન સાફ કરતા પહેલા 90 ટકા લોકો કરે છે ભૂલ, થઇ શકે છે હજારોનું નુકસાન
જોકે ઘણા લોકો લેપટોપ અને ટીવી સ્ક્રીન સાફ કરતી વખતે કેટલીક ભૂલો કરે છે, જેના કારણે તેમના ડિવાઇસમાં ખરાબી આવે છે, જે પછી તેમને ભારે નુકસાન થાય છે. અહીં લેપટોપ અને ટીવી સ્ક્રીનને સાફ કરવાની ટિપ્સ વિશે જણાવી રહ્યા છીએ
ઓફિસના કામથી લઈને અંગત કામ સુધી, લેપટોપ આજના સમયમાં જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયું છે. બાળકોથી લઈને પુખ્ત વયના તમામ ઉંમરના લોકો લેપટોપનો ઉપયોગ કરે છે. બાળકો લેપટોપ પર ઓનલાઇન ક્લાસ લે છે. સાથે જ પુખ્ત વયના લોકો તેનો ઘણી રીતે ઉપયોગ કરે છે. લેપટોપનો ઉપયોગ ઓફિસમાં કામ કરવા ઉપરાંત મૂવીઝ જોવા માટે પણ થાય છે.
સ્ક્રીન સાફ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો
સાથે જ લેપટોપના સતત ઉપયોગના કારણે ક્યારેક-ક્યારેક તે ખૂબ જ ગંદુ થઇ જાય છે, જેને સાફ કરવું ખૂબ જ જરૂરી બની જાય છે. જોકે ઘણા લોકો લેપટોપ અને ટીવી સ્ક્રીન સાફ કરતી વખતે કેટલીક ભૂલો કરે છે, જેના કારણે તેમના ડિવાઇસમાં ખરાબી આવે છે, જે પછી તેમને ભારે નુકસાન થાય છે. આ આર્ટિકલમાં અમે તમને લેપટોપ અને ટીવી સ્ક્રીનને સાફ કરવાની ટિપ્સ વિશે જણાવ્યું છે.
લોકો લેપટોપ અને ટીવી સ્ક્રીન સાફ કરતી વખતે આ ભૂલ કરે છે
લેપટોપ અને ટીવી સ્ક્રીન સાફ કરતી વખતે લોકો અનેક પ્રકારની ભૂલો કરે છે. આનાથી ડિસ્પ્લે ખરાબ થવાનું જોખમ રહે છે. ઘણા લોકો સ્ક્રીન સાફ કરવા માટે રફ કપડાં, ટુવાલ અથવા કાગળના નેપકિન્સનો ઉપયોગ કરે છે. આ સ્ક્રીન પર સ્ક્રેચનું કારણ બની શકે છે. સાથે જ ઘણા લોકો એવા પણ હોય છે જે સ્ક્રીન પર સીધા જ પાણી કે કોઇક પ્રકારના ક્લીનરનો ઉપયોગ કરે છે. પાણી અથવા ક્લીનરને સીધા સ્ક્રીન પર છંટકાવ કરવો જોઈએ નહીં. આને કારણે સ્ક્રીનની અંદર ભેજ ઘૂસી શકે છે, જેના કારણે ડિવાઇસને નુકસાન થવાનું જોખમ હોઈ શકે છે.
લેપટોપ ડિસ્પ્લેને કેવી રીતે સાફ કરવું?
લેપટોપ હોય કે ટીવી હોય કે પછી અન્ય કોઈ પણ પ્રકારની સ્ક્રીન તેને સાફ કરવા માટે હંમેશા માઈક્રોફાઈબરના કપડાનો ઉપયોગ કરવો જોઈએ. સાથે જ સ્ક્રીન પર છાંટવા માટે ખાસ પ્રકારના લિક્વિડ ક્લીનરનો ઉપયોગ કરવો જોઇએ. જોકે કોઈ પણ પ્રવાહીને સીધું સ્ક્રીન પર છાંટવું જોઈએ નહીં. જો તમે લિક્વિડનો ઉપયોગ કરવા માંગતા હોવ તો પહેલા તેને માઇક્રોફાઇબરના કપડા પર છાંટો અને પછી ડિસ્પ્લે પર લગાવો.