Free Wi-Fi: જ્યારે પણ આપણે કોઈપણ મોટા મોલ, શોપિંગ કોમ્પ્લેક્સ, રેલ્વે સ્ટેશન, એરપોર્ટ, હોટેલ વગેરેમાં જઈએ છીએ, ત્યારે આપણને ત્યાં ફ્રી Wi-Fi મળે છે. આ સ્થળોએ તમે તમારા સ્માર્ટફોન, લેપટોપ વગેરેને Wi-Fi સાથે કનેક્ટ કરીને ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો. આ પ્રકારના Wi-Fi ઝોનને પબ્લિક Wi-Fi કહેવામાં આવે છે. ત્યારે શું આવા ફ્રી Wi-Fiનો ઉપયોગ કરવો જોઈએ કે નહીં જાણો અહીં
ઘણી વખત જ્યારે આપણે ક્યાંક જઈએ છીએ અને રેલ્વે સ્ટેશન પર આપણી ટ્રેનની રાહ જોતા હોઈએ છીએ. તે સમયે આપણી પાસે ખાલી સમય હોય છે અને આપણે આપણા મોબાઈલમાં ઈન્ટરનેટ દ્વારા ઘણી બધી વસ્તુઓ જોઈએ છે. પણ જો નેટ ના હોય તો આપડે પબ્લીક પ્લેસ પર મળતા ફ્રી Wi-Fiનો ઉપયોગ કરીએ છીએ ત્યારે ફ્રી Wi-Fiનો ઉપયોગ સુરક્ષીત છે કે નહીં ચાલો જાણીએ
ડેટા હેક : પબ્લિક Wi-Fiમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરતી વખતે તમારો અંગત ડેટા હેક થઈ શકે છે અને તેમજ તમે છેતરપિંડીનો શિકાર બની શકો છો. ઘણી સુરક્ષા સંશોધન એજન્સીઓએ આવા સાર્વજનિક Wi-Fi ઝોનને સલામત નથી. વપરાશકર્તાઓએ આવા સાર્વજનિક Wi-Fi ઝોનમાં ઑનલાઇન બેંકિંગ સેવાઓ, વ્યક્તિગત ઈ-મેલ વગેરેનો ઉપયોગ કરવો જોઈએ નહીં.
ફોનની અંગત માહિતી લિક: કોઈપણ સાર્વજનિક Wi-Fi ઝોનને સલામત માનવામાં આવતું નથી, કારણ કે આવા મફત Wi-Fi દરેક માટે સુલભ છે. હેકર્સ અને સાયબર ગુનેગારો માટે સાર્વજનિક Wi-Fi દ્વારા કોઈના ઉપકરણને ઍક્સેસ કરવું ખૂબ જ સરળ છે. જેથી તમારી મીડિયા ફાઇલો, બેંક ખાતાની વિગતો, ઈ-મેલ સરનામાં અને સોશિયલ મીડિયા IDની ચોરી થઈ શકે છે.
ગોપનીયતા સમસ્યાઓ: હેકર્સ તમારી ઑનલાઇન પ્રવૃત્તિને ટ્રેક કરી શકે છે, તે સાથે તમને પણ ટ્રેક કરી શકે છે
માલવેર: સાયબર ગુનેગારો આ પબ્લિક વાઇ-ફાઇનો ઉપયોગ કરીને તમારા ડિવાઇસમાં વાયરસ પણ મોકલી શકે છે. આવી સ્થિતિમાં, આપણે પબ્લિક વાઇ-ફાઇનો ઉપયોગ કરતી વખતે ઘણી સાવચેતી રાખવી પડશે. આપણી એક નાની ભૂલ મોટું નુકસાન કરી શકે છે.
તેમ છત્તા જો તમારે ઈમરજન્સીમાં નેટની જરુર પડી હોય તો, સાર્વજનિક Wi-Fi નો ઉપયોગ કરતી વખતે VPN નો ઉપયોગ કરો. આમ કરવાથી તમારા ઉપકરણને સુરક્ષાનું વધારાનું સ્તર મળશે.