Gemini Will Replace Google Assistant: ગૂગલ આસિસ્ટન્ટને અલવિદા, હવે દરેક સ્માર્ટફોનમાં હશે Gemini

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Gemini Will Replace Google Assistant: ગૂગલ દ્વારા હાલમાં જ તેના ડિજિટલ આસિસ્ટન્ટને બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગૂગલ આસિસ્ટન્ટની જગ્યાએ હવે જેમિની આવશે. આ બદલાવ 2025ના અંતમાં કરવામાં આવશે. મોટાભાગના મોબાઇલમાં હવે તેનો ઉપયોગ કરવામાં નહીં આવે. અત્યાર સુધીમાં ઘણી જ મોટી સંખ્યામાં લોકો જેમિનીનો ઉપયોગ કરતાં થઈ ગયા છે.

બે GB રેમથી ઓછા ડિવાઇસમાં નહીં કામ કરે

- Advertisement -

એન્ડ્રોઇડ વર્ઝન 9 અને તેની નીચેના વર્ઝનમાં જેમિનીનો સપોર્ટ નહીં મળે. તેમ છતાં, એન્ડ્રોઇડ 9માં 2 GB રેમ ધરાવતા મોબાઇલમાં જેમિની ઉપલબ્ધ રહેશે, પરંતુ એના કરતાં નાની રેમની ડિવાઇસમાં નહીં ચાલે. આવા યુઝર્સ માટે ગૂગલ આસિસ્ટન્ટ હજુ પણ કાર્યરત રહેશે. તેમ જ કેટલાક ટીવીમાં પણ ગૂગલ આસિસ્ટન્ટ જ જોવા મળશે. ગૂગલ આસિસ્ટન્ટ પર આધાર રાખતા લોકો માટે કંપની તેમનો અનુભવ વધુ સારો બનાવવા જેમિની પર કામ કરી રહી છે. જેવી કાર્યક્ષમતા ગૂગલ આસિસ્ટન્ટમાં હતી એ બધું જેમિનીમાં સમાવવામાં આવશે. તેથી, આસિસ્ટન્ટને વિદાય પાઠવવા માટે એ સંપૂર્ણ રીતે તૈયાર થઈ રહ્યું છે.

જેમિનીનું ભવિષ્ય

2024ની ફેબ્રુઆરીમાં જેમિની લૉન્ચ થઈ ત્યારે તેમાં કેટલાક ફોન આસિસ્ટન્ટ ક્ષમતાનો અભાવ હતો. ત્યાર બાદ, ગૂગલે લોક સ્ક્રીનને એક્સેસ કરવા જેવી વિશિષ્ટતાઓ જોડી હતી, જે તેને વધુ શક્તિશાળી બનાવે છે. હવે ગૂગલ તેને માત્ર સ્માર્ટફોન સુધી મર્યાદિત રાખવા માગતું નથી. સ્માર્ટવોચ, કાર્સ, ટેબ્લેટ્સ અને હેડફોન્સમાં પણ જેમિનીનો સમાવેશ કરવાનું ગૂગલનું આયોજન છે. પિક્સેલ બડ્સ અને વેયર ઓપરેટિંગ સિસ્ટમમાં તે પહેલેથી જ ઉમેરવામાં આવ્યું છે.

જેમિની વિશે ગૂગલનું વિઝન શું છે?

ગૂગલ જેમિનીને એક પર્સનલ આસિસ્ટન્ટ બનાવવાનું લક્ષ્ય ધરાવે છે, જે યુઝર્સની આસપાસની દરેક બાબત પર ધ્યાન આપે. જે સર્વિસ અને ઍપ્લિકેશનનો યુઝર ઉપયોગ કરે છે, તે સાથે જેમિની સંકલિત રહી, યુઝર અનુભવ વધુ મજબૂત બનાવશે. ગૂગલ હાલમાં સ્પીકર્સ, ડિસ્પ્લે અને ટીવીમાં જેમિની લાવવા માટે કામ કરી રહી છે. આ સફળ થતાં, દરેક ડિવાઇસમાં અપડેટ દ્વારા જેમિની પહોંચાડવામાં આવશે.

Share This Article