Instagram New Blend Feature: ઇન્સ્ટાગ્રામનું નવું ‘બ્લેન્ડ’ ફીચર, જાણો તેના આકર્ષક ફાયદા

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Instagram New Blend Feature: ઇન્સ્ટાગ્રામ દ્વારા હાલમાં જ એક ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે, જેનું નામ ‘બ્લેન્ડ’ રાખવામાં આવ્યું છે. ફ્રેન્ડ્સ એકમેકને વધુ સારી રીતે ઓળખી શકે એ માટે આ ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચર આઇફોન અને એન્ડ્રોઇડ બન્ને પર ઉપલબ્ધ છે, પરંતુ તે માટે લેટેસ્ટ અપડેટ કરવી જરૂરી છે. સાથે જ આ ફીચરનો ઉપયોગ કરવા માટે ફ્રેન્ડ્સને ઇનવાઇટ કરવું જરૂરી છે.

શું છે બ્લેન્ડ ફીચર?

- Advertisement -

બ્લેન્ડની મદદથી યુઝર અન્ય ફ્રેન્ડ્સ વિશે વધુ સારી રીતે જાણી શકશે. ઉદાહરણ તરીકે, ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ ખૂબ જ લોકપ્રિય છે. આ રીલ્સ દરેક યુઝર માટે અલગ-અલગ હોય છે. આ ફીચર દ્વારા બે ફ્રેન્ડ્સ એકમેકની પસંદગી અનુસાર રીલ્સ જોઈ શકે છે. આ ફીચરની મદદથી ફ્રેન્ડ્સ માટે એક અલગ જ ફીડ તૈયાર થશે, જેમાં તે ફ્રેન્ડ્સની પસંદગીના રીલ્સ જ જોઈ શકશે.

Share This Article