Laptop Hanging Problem: લેપટોપ-કોમ્પ્યુટર હેંગ થાય છે? આ ટ્રિક અજમાવો, ઝડપ રોકેટ જેવી થશે!

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Laptop Hanging Problem: મોટાભાગના લોકો ઓફિસનું કામ લેપટોપ અથવા કમ્પ્યુટર પર કરે છે. આજકાલ, તેનો ઉપયોગ માત્ર ઓફિસ જનારા લોકો દ્વારા જ નહીં પરંતુ કોલેજ અને સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા પણ કરવામાં આવે છે. પણ જ્યારે કોઈ કારણસર લેપટોપ અથવા કોમ્પ્યુટરને અચાનક હેંગ થવા લાગે તો લોકોના કામ અટકી જાય છે અને ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે, જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો આ સરળ ટ્રિકથી તમારું લેપટોપ કે કોમ્પ્યુટર ફરી રોકેટની સ્પિડથી ચાલવા લાગશે

વાસ્તવમાં લેપટોપ કે કોમ્પ્યુટર સંપૂર્ણપણે અપડેટ ન થવાને કારણે હેંગ થવાની સમસ્યા થઈ શકે છે. પ્રોસેસિંગ સ્પીડ વધારવા ઉપરાંત, તમે તેને નિયમિતપણે અપડેટ કરીને હેંગ થઈ જવાની સમસ્યાથી તમે છુટકારો મેળવી શકો છો.

- Advertisement -

આ સેટિંગ્સ કરી લો: લેપટોપ હેંગની સમસ્યાને ઠીક કરવા માટે, સૌ પ્રથમ તમારા લેપટોપના કીબોર્ડ પર એકસાથે Ctrl + Alt + Delete બટનો પર ક્લિક કરો. ક્લિક કર્યા પછી, તમે Windows Task Manager વિન્ડો પોપ અપ જોશો. તમારે ફક્ત એ જોવાની જરૂર છે કે કયા પ્રોગ્રામ્સ સૌથી વધુ CPU અને RAM વાપરે છે. જો તમને એવો કોઈ પ્રોગ્રામ મળે કે જેની તમને જરૂર ન હોય તો તેને તરત જ બંધ કરી દો.

નિયમિત સર્વિંસ કરાવો: જો તમારું લેપટોપ કે કોમ્પ્યુટર વારંવાર હેંગ થતું હોય તો તેની નિયમિત સર્વિસ કરાવો. વાસ્તવમાં ઘણા દિવસો સુધી સતત તેનો ઉપયોગ કરવાથી આ સમસ્યા થઈ શકે છે. કેટલીકવાર, લેપટોપની અંદર હાજર ફેન જામ થવાને કારણે કે બોડી વધુ પડતી ગરમ થવાને કારણે લેપટોપ અને કોમ્પ્યુટર હેંગ થઈ જાય છે આથી નિયમિત સર્વિસ કરાવો

- Advertisement -

ડિસ્ક સ્ટોરેજ અને રિસાયકલ બિનને ક્લીન કરો : લેપટોપ અથવા કોમ્પ્યુટરમાં વારંવાર હેંગ થવાની સમસ્યાને ઠીક કરવા માટે, ડિસ્ક સ્ટોરેજ અને રિસાયકલ બિનને ક્લિયર કરવાનું ભૂલશો નહીં. વાસ્તવમાં, ડિસ્ક સ્ટોરેજ ભરાઈ જવાને કારણે કમ્પ્યુટર ધીમું થઈ જાય છે અને તે બાદ તેમાં હેંગ થવાની સમસ્યા સર્જાય છે. મોટા ભાગના લોકો મોટી ફાઈલો ડિલીટ કરી દે છે પરંતુ તેને રિસાઈકલ બિનમાંથી ડિલીટ કરવાનું ભૂલી જાય છે, આથી તે ક્લિયર કરો

સોફ્ટવેર અને એન્ટીવાયરસથી બચો: જો તમારું લેપટોપ કે કોમ્પ્યુટર વારંવાર હેંગ થાય છે તો તેમાં હાજર બિનજરૂરી સોફ્ટવેરને અનઇન્સ્ટોલ કરો. ઘણા બધા સોફ્ટવેર અને એન્ટીવાયરસ હોવાને કારણે હેંગિંગની સમસ્યા પણ થઈ શકે છે. એન્ટિવાયરસ કમ્પ્યુટર સુરક્ષા માટે હોઈ શકે છે પરંતુ તે તમામ એપ્સ અને સોફ્ટવેર પર નજર રાખે છે. સામાન્ય સોફ્ટવેરથી વિપરીત, તે બેકગ્રાઉન્ડમાં સતત ચાલે છે.

- Advertisement -

લેપટોપ રિસ્ટાર્ટ કરીને જુઓ: લેપટોપના પાવર બટનને થોડીવાર દબાવી રાખ્યા પછી, તમારા લેપટોપને રીસ્ટાર્ટ કરો. રિસ્ટાર્ટ કર્યા પછી તમારું લેપટોપ ઠીક થઈ જશે. તમે તમારા લેપટોપને અપડેટ રાખીને પણ આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

Share This Article