Samsung Now Bar: સેમસંગ હવે ફરીથી એપલનું એક ફીચર પોતાના ડિવાઇઝમાં લઈને આવી રહ્યું છે. એપલ દ્વારા આઇફોન 14 પ્રો મોડલ્સમાં ડાઇનેમિક આઇલેન્ડ લોન્ચ કરાયું હતું. ત્યાર બાદ આ ફીચર દરેક મોડલ્સમાં આવી રહ્યું છે. સેમસંગ હવે આઇફોનના આ ફીચરને તેની ગેલેક્સી ડિવાઇઝમાં લાવી રહ્યું છે, જેને સેમસંગ નાવ બાર નામ અપાયું છે.
Samsung Now Bar
સેમસંગ નાવ બારનો સમાવેશ એન્ડ્રોઇડ 15 અપડેટ દ્વારા કરવામાં આવી રહ્યો છે. સેમસંગની વન યૂઝર ઇન્ટરફેસ 7 ઓપરેટિંગ સિસ્ટમમાં આ ફીચરનો સમાવેશ કરવામાં આવશે. આઇફોનમાં ડાઇનામિક આઇલેન્ડ ઉપર છે, પરંતુ સેમસંગમાં નાવ બાર નીચે છે. ગેલેક્સી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઘણાં ફીચર્સનો એમાં સમાવેશ કરાશે.
મહત્ત્વના ફીચર્સ
પર્સનલાઇઝ નોટિફિકેશન્સ: યુઝરની એક્ટિવિટી અનુસાર પર્સનલાઇઝ નોટિફિકેશન્સ આપવામાં આવશે, જેમ કે વેધર અપડેટ, ફ્લાઇટ રિમાઇન્ડર, અને કરન્સી કન્વર્ટ રેટ.
AI ફીચર્સ: નાવ બારમાં AI સમરીઝનો ઉપયોગ કરવામાં આવશે. આ માહિતી વિવિધ એપ્લિકેશનમાંથી લઈને નાવ બાર સુધી પહોંચાડવામાં આવશે. યુઝર્સ તેમની રોજિંદી એક્ટિવિટીને એમાં જોઈ શકશે.
પ્રાઇવસીના ફીચર્સ: સેમસંગની પર્સનલ ડેટા એન્જિન એ ખાતરી કરશે કે યુઝરના દરેક પર્સનલ ડેટા સિક્યોર અને ઇનક્રિપ્ટેડ રહે. ક્રોસ-એપ ડેટા પ્રોટેક્શનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
ઇન્ટરએક્ટિવ હબ: યુઝર્સ એન્ટરટેઇનમેન્ટ એપ્સને કન્ટ્રોલ કરી શકશે. તેમ જ વર્કઆઉટ ટાઇમર્સ પણ જોઈ શકશે, ડિરેક્શન મેળવી શકશે, અને રિયલ-ટાઇમ ટ્રાન્સલેશન પણ કરી શકશે. આ દરેક વસ્તુ નાવ બારમાં કરી અને જોઈ શકાશે.
સરખામણી
નાવ બાર અને ડાઇનામિક આઇલેન્ડ બન્નેમાં યુઝર ઇન્ટરએક્શનને મહત્ત્વ આપવામાં આવ્યું છે. તેમનો તફાવત એ છે કે આઇફોનમાં આ ફીચર ઉપર છે અને સેમસંગમાં નીચે છે. નાવ બારમાં પર્સનલાઇઝ ઇન્ફોર્મેશન અને સમરીને મહત્ત્વ આપવામાં આવ્યું છે. આઇફોનના ડાઇનામિક આઇલેન્ડમાં ઇન્ટરેક્ટિવ નોટિફિકેશન્સ અને એક્ટિવિટીને મહત્ત્વ આપવામાં આવ્યું છે. સેમસંગ અને એપલ બન્ને પ્રાઇવસીને મહત્ત્વ આપી રહ્યાં છે અને યુઝરના ડેટાને સિક્યોર કરી રહ્યાં છે.