Medicine For Breast Cancer: બ્રેસ્ટ કેન્સર માટે ગેમ ચેન્જર દવાને મળી મંજૂરી, જાણો કેવી રીતે ધીમું કરે છે કેન્સર

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Medicine For Breast Cancer: હેલ્થકેરમાં એક નવી સિદ્ધિ જોવા મળી છે, જેમાં બ્રેસ્ટ કેન્સરને ધીમું કરતી દવાને મંજૂરી મળી છે. ઇંગ્લેન્ડ અને વેલ્સની નેશનલ હેલ્થ સર્વિસ દ્વારા આ દવાને મંજૂરી આપવામાં આવી છે. એડ્વાન્સ બ્રેસ્ટ કેન્સર ધરાવતી મહિલાઓ માટે આ દવા એક દિવસમાં બે વાર લેવાની રહેશે. હોર્મોન રિસેપ્ટર પોઝિટિવ અને HER2-નેગેટિવ બ્રેસ્ટ કેન્સર ધરાવતી મહિલાઓને ધ્યાનમાં રાખીને આ દવા બનાવવામાં આવી છે. આ દવા એક વર્ષમાં 3,000 થી વધુ મહિલાઓને મદદરૂપ થશે.

શું છે આ દવાનું નામ?

- Advertisement -

આ દવાનું નામ કેપિવસર્ટિબ છે, જેને ટ્રુકેપ તરીકે ઓળખવામાં આવે છે. આ દવાને એસ્ટ્રાઝેનેકા દ્વારા મેન્યુફેકચર કરવામાં આવી છે. આ દવા કેન્સર સામે રક્ષણ આપે છે અને રજકણોને બમણાં થતાં અટકાવે છે. કેટલીક સ્થિતિમાં આ દવા બીમારીને આગળ વધતા અટકાવે છે. ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેન્સર રિસર્ચ, લંડન દ્વારા આ દવાને ગેમ ચેન્જર તરીકે વર્ણવવામાં આવી છે.

દવાની અસર કેવી છે?

કેપિવસર્ટિબની ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન આ દવાની અસર ઉત્તમ જોવા મળી હતી. હોર્મોન થેરાપી સાથે આપતી વખતે આ દવાનો પરિણામ અત્યંત સારું જોવા મળ્યું. આ દવા તેટલા દર્દીઓ માટે ખાસ ઉપયોગી સાબિત થાય છે, જેમનું કેન્સર ટ્યુમરમાં મ્યુટેશનથી પ્રભાવિત હોય અને જીન્સ પર તેની અસર દેખાય છે.

હાલમાં અડધાથી વધુ બ્રેસ્ટ કેન્સર PIK3CA, AKT1 અથવા PTENના મ્યુટેશન સાથે જોડાયેલ છે. પ્રોફેસર નિકોલસ ટર્નર કહે છે, “આ દવાને કારણે કિમોથેરાપીની જરૂર પડવાની સંભાવના ઘટી જાય છે. મહિલાઓને કિમોથેરાપીથી ડર લાગે છે, કારણ કે તેનાથી ઘણા સાઇડ ઇફેક્ટ જોવા મળે છે.”

દર્દીઓનું મતે શું?

67 વર્ષની દર્દી લિંડા કેલીએ કહ્યું, “આ દવા અદ્ભુત છે. જ્યારે મેં આ દવાની સારવાર શરુ કરી, ત્યારે મને થતો હતો કે આ દવા મારા માટે અસરકારક છે. આ દવાને કારણે મને શાંતી અનુભવી છે અને આ બીમારી સામે વધુ સમય જીવન જીવવા મળ્યો છે.”

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ એન્ડ કેર એક્સેલન્સ દ્વારા આ દવાને મંજૂરી આપવામાં આવી છે. આ દવાની ફંડિંગ સરકારના કેન્સર ડ્રગ ફંડમાંથી કરવામાં આવશે. જોકે, આજ સુધી ફંડિંગની રકમ વિશે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

Share This Article