Microsoft AI Security: સાયબર ક્રાઇમ સામે માઇક્રોસોફ્ટની નવી પહેલ, યુઝર્સની સુરક્ષા માટે એઆઈ સિસ્ટમ તૈયાર

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Microsoft AI Security: માઇક્રોસોફ્ટ હાલમાં તેના AI ને વધુ પાવરફૂલ બનાવવા પર ધ્યાન આપી રહ્યું છે. માઇક્રોસોફ્ટના AI કોપાઇલટ સાથે વધુ એજન્ટનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે, જેથી એની સિક્યોરિટીને વધુ મજબૂત બનાવી શકાય. માઇક્રોસોફ્ટે હાલમાં પાંચ થર્ડપાર્ટી પાર્ટનર સાથે હાથ મિલાવ્યા છે. આ પાર્ટનર સાથે મળીને એક નવી સિક્યોરિટી સિસ્ટમ ઉભી કરવામાં આવી રહી છે, જેનું પ્રિવ્યૂ આગામી મહિને રાખવામાં આવી રહ્યું છે.

સિક્યોરિટી અટેકને જાતે હેન્ડલ કરશે

- Advertisement -

માઇક્રોસોફ્ટ દ્વારા જે AI સિક્યોરિટી તૈયાર કરવામાં આવી રહી છે એ મોટાભાગના સિક્યોરિટી અટેકને પોતાની રીતે હેન્ડલ કરશે. ફિશિંગ એલર્ટ, ડેટા લોસ એલર્ટ અને ક્રિટિકલ સિક્યોરિટી રિસ્કને AI હેન્ડલ કરશે. જો ફિશિંગ એલર્ટ સાચે છે કે ખોટો છે એ પણ ઓળખવામાં આવશે અને એની ચોક્કસ માહિતી યુઝર્સને આપવામાં આવશે. આ સાથે જ યુઝરના ફીડબેક અનુસાર પણ કેવી રીતે સિક્યોરિટી એલર્ટને હેન્ડલ કરવા એ પણ શીખતું રહેશે. આ સાથે જ ડેટા લોસ થતાં પણ આ AI એજન્ટ અટકાવશે. સૌથી પહેલાં કયું રિસ્ક વધુ મહત્ત્વનું છે એ નક્કી કર્યા બાદ AI એજન્ટ એના પર કામ કરશે અને ત્યાર બાદ અન્ય ટાસ્ક હાથ પર લેશે.

જરૂરી અપડેટ માટે કરશે જાણ

માઇક્રોસોફ્ટ એન્ટ્રા એ વાતનું ખાસ ધ્યાન રાખશે કે યુઝર અથવા તો તેની કોઈ પણ એપ્લિકેશન માઇક્રોસોફ્ટની પોલિસી સાથે બંધબેસે છે કે નહીં અથવા તો સિક્યોરિટીને લઈને કોઈ અપડેટની જરૂર હોય તો એ માટેનું સોલ્યુશન પોતે આપશે. તેમ જ કઈ અપડેટ તરત કરવી એ વિશે પણ માહિતી આપશે. ઘણી વાર યુઝર દ્વારા ઓપરેટિંગ સિસ્ટમને અપડેટ કરવામાં નથી આવતી. તેમ જ એ માટેના કોઈ સિક્યોરિટી પેચ હોય તો પણ એને ઇન્સ્ટોલ કરવામાં નથી આવતાં. આથી માઇક્રોસોફ્ટ દ્વારા એ વિશે હવે યુઝરને સામેથી જણાવવામાં આવશે કે કઈ અપડેટ અને કયો પેચ ખૂબ જ જરૂરી છે. કોપાઇલટમાં હવે આ ક્ષમતા પણ આપવામાં આવી છે જેથી એ દરેક પ્રકારના વાઇરસ સામે પ્રોટેક્શન આપી શકે.

માઇક્રોસોફ્ટ ટીમ્સમાં પણ સુરક્ષા વધારી

માઇક્રોસોફ્ટ દ્વારા નવું AI એજન્ટ પર કામ કરવામાં આવી રહ્યું છે, પરંતુ એની સાથે માઇક્રોસોફ્ટ ટીમ્સમાં પણ ફિશિંગ પ્રોટેક્શન આપવામાં આવી રહ્યું છે. આવતા મહિનેથી ઓફિસ 365 માટેનું માઇક્રોસોફ્ટ ડીફેન્ડર યુઝર્સને ટીમ્સમાં પણ દરેક પ્રકારના વાઇરસથી સુરક્ષા આપશે. ઇમેલમાં આવતી URL અને અટેચમેન્ટમાં આવતાં વાઇરસ સામે પણ પ્રોટેક્શન આપશે. માઇક્રોસોફ્ટ યુઝર્સને હવે દરેક પ્રકારની સુવિધા આપવા પર ધ્યાન આપી રહ્યું છે.

કોપાઇલટની સિક્યોરિટી વધારથે થર્ડપાર્ટી એજન્ટ્સ

માઇક્રોસોફ્ટના AI કોપાઇલટમાં હવે પાંચ થર્ડપાર્ટી એજન્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં વનટ્રસ્ટનું પ્રાઇવસી બ્રીચ રિસ્પોન્સ એજન્ટ, એવિઆટ્રીક્સનું નેટવર્ક સુપરવાઇઝર એજન્ટ, બ્લુવોયન્ટનું સેકઓપ્સ ટૂલીંગ એજન્ટ, ટેનિયમનું એલર્ટ ટ્રાઇએગ એજન્ટ અને ફ્લેચનું ટાસ્ક ઓપ્ટીમાઇઝર એજન્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ દરેક એજન્ટ વિવિધ રૂપે કોપાઇલટની મદદ કરશે અને એને વધુ પાવરફૂલ અને સુરક્ષિત બનાવશે. માઇક્રોસોફ્ટના રિપોર્ટ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ કરવાથી સિક્યોરિટી અટેક પર ખૂબ જ વધારો થયો છે. લગભગ 99 ટકા અટેક પાસવર્ડ હેક કરવા માટેના હોય છે. આથી થર્ડ પાર્ટી એજન્ટ્સ આ તમામ સામે યુઝર્સને પ્રોટેક્શન આપશે.

Share This Article