આ 7 સવાલ AI ચેટબોટને ક્યારેય ન પૂછશો, નહિ તો મુશ્કેલીમાં પડશો.

Arati Parmar
By Arati Parmar 3 Min Read

એક નામાંકિત વિદેશી અખબારના અહેવાલ અનુસાર ક્લીવલેન્ડ ક્લિનિલના ડેટાથી જાણવા મળ્યુ કે દર પાંચમાંથી એક અમેરિકી નાગરિક AI પાસેથી સ્વાસ્થ્ય સંબંધી સલાહ લે છે. ગત વર્ષે થયેલા સર્વેમાં જાણવા મળ્યુ કે લગભગ 25% અમેરિકી લોકો પારંપારિક થેરાપીના બદલે ચેટબોટનો ઉપયોગ કરવાનું પસંદ કરશે. જો કે વિશેષજ્ઞો તમને આમ કરવાથી બચવાની સલાહ આપે છે. નિષ્ણાંતો કહે છે કે ChatGPT કે અન્ય AI ચેટબોટ્સને તેમની ખાનગી કે મેડિકલ જાણકારી ક્યારેય જણાવવી જોઈએ નહીં. અહીં 7 એવી વસ્તુઓ જણાવી છે જે તમારે ChatGPT અને AI ચેટબોટ્સને ક્યારેય પૂછવી જોઈએ નહીં.

વ્યક્તિગત જાણકારી: તમારી વ્યક્તિગત જાણકારી AI ને ચેટબોટની સાથે ક્યારેય પણ શેર ન કરો. ઉદાહરણ તરીકે તમારુ નામ, તમારુ સરનામુ, ફોન નંબર કે ઈમેલ એડ્રેસ. આ જાણકારીનો ઉપયોગ તમારી ઓળખ માટે અને તમારી ગતિવિધિને ટ્રેક કરવા માટે થઈ શકે છે. AI ને ચેટબોટ ને ક્યારેય તમારો બેંક અકાઉન્ટ નંબર, ક્રેડિટ કાર્ડ કે સોશિયલ સિક્યોરિટી નંબર જેવી કોઈપણ નાણાકીય જાણકારી ન આપો. આ જાણકારીનો ઉપયોગ તમારા પૈસા ચોરી કરવા માટે કે તમારી ઓળખના ગેરઉપયોગ માટે થઈ શકે છે.

- Advertisement -

પાસવર્ડ : તમારો પાસવર્ડ AI ને ચેટબોટ સાથે ક્યારેય શેર ન કરો, આ જાણકારીનો ઉપયોગ તમારા ખાતા સુધી પહોંચવા અને તમારો ડેટા ચોરી કરવા માટે થઈ શકે છે.

તમારા સિક્રેટ્સ : તમારા સિક્રેટ્સ AI ને ચેટબોટ સાથે ક્યારેય શેર ન કરો. ChatGPT કોઈ વ્યક્તિ નથી. તમારી ગુપ્ત વાતોને સુરક્ષિત રાખવા માટે તેના પર ભરોસો મુકી ન શકાય.

- Advertisement -

તબીબી કે સ્વાસ્થ્ય ને લગતી સલાહ : AI તમારો ડૉક્ટર નથી. આથી AI સાથે ક્યારેય પણ સ્વાસ્થ્યને લગતી સલાહ ન માગો. સાથે જ તમારા સ્વાસ્થ્ય સંબંધી જાણકારી જેવી કે વીમા નંબર કે એવુ કંઈ પણ શેર ન કરો.

અશ્લિલ વાતો : મોટાભાગના ચેટબોટ તેમની સાથે કરવામાં આવેલી અશ્લિલ વાતોને ફિલ્ટર કરે છે. આથી કંઈપણ અયોગ્ય થવા પર તમને બ્લોક કરી શકે છે. એટલુ જ નહીં ઈન્ટરનેટ ક્યારેય કંઈ પણ ભૂલતુ નથી.

- Advertisement -

એવી કોઈપણ વાત જે તમે શેર કરવા ન માગતા હો : યાદ રાખો કે તમે AI ચેટબોટ્સને જે કંઈપણ જણાવો છો તે તેને સેવ કરવામાં આવી શકે છે. અને સંભવિત છે કે તેને બીજા સાથે પણ શેર કરવામાં આવી શકે છે આથી તમારે AI ચેટબોટ્સને એવી કોઈ વાત ન કહેવી જોઈએ જે તમે ન ઈચ્છતા હો કે ક્યારેય દુનિયાને ખબર પડે.

Share This Article