OpenAI to Launch Social Media Platform: મસ્કને ટક્કર આપવા માટે સેમ ઓલ્ટમેન શરૂ કરશે નવું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ

Arati Parmar
By Arati Parmar 2 Min Read

OpenAI to Launch Social Media Platform: ઇલોન મસ્કની ઇંટનો જવાબ હવે સેમ ઓલ્ટમેન પથ્થરથી આપવા જઈ રહ્યા છે. OpenAIની કમાન સેમ ઓલ્ટમેનના હાથમાં છે. OpenAIના ચેટજીપીટીને ટક્કર આપવા માટે ઇલોન મસ્ક દ્વારા ગ્રોક શરૂ કરવામાં આવ્યું છે. જોકે, હવે ઇલોન મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xને ટક્કર આપવા માટે સેમ ઓલ્ટમેન નવું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બનાવી રહ્યા છે. આ માટે એક્સપર્ટની સલાહ પણ લેવામાં આવી રહી છે. કહેવાય છે કે આ પ્લેટફોર્મ ચેટજીપીટીનો પણ ઉપયોગ કરશે.

હરિફાઈ વધુ ઉગ્ર બનશે

- Advertisement -

સેમ ઓલ્ટમેન અને મસ્ક વચ્ચેનો મતભેદ જૂનો અને જાણીતો છે. ચેટજીપીટીને પાછળ છોડવા માટે ઇલોન મસ્ક તમામ પ્રયત્ન કરી રહ્યા છે. તેમ છતાં ચેટજીપીટી તેના ઇમેજ જનરેશન ફીચર્સને કારણે ખૂબ આગળ નીકળી ગયું છે. સેમ ઓલ્ટમેન હવે ઇલોન મસ્કને ટક્કર આપવા માટે એક નવું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ શરૂ કરવાનો પ્લાન કરી રહ્યા છે, જેમાં ચેટજીપીટીનો પણ સમાવેશ કરવામાં આવશે. આથી તેમની વચ્ચેની હરિફાઈ હવે વધુ ઉગ્ર બનશે. ફેબ્રુઆરીમાં ઇલોન મસ્કે OpenAIને 97.4 બિલિયન ડોલરમાં ખરીદવા માટે ઓફર કરી હતી. બીજી તરફ સેમ ઓલ્ટમેનએ 9.74 બિલિયન ડોલરમાં X વેચી દેવાની વળતી ઓફર કરી હતી. જોકે, હવે સેમ ઓલ્ટમેન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે ખૂબ સીરિયસ હોય તેવું જણાય છે. ઇલોન મસ્કની સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપને પણ હરિફાઈનો સામનો કરવો પડશે.

Share This Article