Phone Tips: WhatsApp વોઈસ મેસેજને ટેક્સ્ટમાં કેવી રીતે બદલશો? સરળ ટ્રિક જાણો

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Phone Tips: વોઇસ મેસેજ કનેક્ટેડ રહેવા માટે ઉત્તમ વિકલ્પ છે, પરંતુ તે હંમેશા સાંભળવા માટે સરળ નથી હોતુ. ઘણીવાર તમે કોઈ મીટિંગમાં બેઠા હોય તો તમે તે મેસેજ સાંભળી નથી શકતા કે પછી સામેની વ્યક્તિનો અવાજ મેસેજમાં ક્લિયર ના હોય ત્યારે તે વોઈસ મેસેજમાં શું બોલી રહી છે તે સમજવું મુશ્કેલ બની જાય છે.

આ પરિસ્થિતિમાં ચિંતા કરવાની કોઈ જરુર નથી તમે તે વોઈસને મેસેજને ટેક્ટ મેસેજમાં ફેરવી આસાનીથી વાંચી શકો છો હવે તમે કહેશો કેવી રીતે, તો ચાલો અહીં આજના ટેકનોલોજી ટિપ્સ એન્ડ ટ્રીક સ્ટોરીથી સમજીએ.

- Advertisement -

વોટ્સએપના જે ફીચરની વાત કરવામાં આવી રહી છે તે છે વોઈસ મેસેજ ટ્રાન્સક્રિપ્ટ છે. આ ફીચરમાં તમને એવી સુવિધા મળે છે કે તમે કોઈપણ વોઈસ નોટને સાંભળવાને બદલે વાંચી શકો છો અને સરળતાથી રિપ્લાય પણ આપી શકો છો.

વૉઇસ મેસેજ ટ્રાંસ્ક્રિપ્ટ્સ ચાલુ કરવા માટે તમારે સૌથી પહેલા વોટ્સએપ પર જવાનું રહેશે.

- Advertisement -

વોટ્સએપ ઓપન કર્યા બાદ Settings પર ક્લિક કરો. સેટિંગ્સમાં ગયા પછી, ચેટ ઓપ્શન પર ટેપ કરો.

અહીં તમને વોઇસ મેસેજ ટ્રાન્સક્રિપ્ટ માટે ટોગલ બતાવી રહ્યા હશે, આ ટોગલને બસ ઓન કરી દો.

- Advertisement -

જો તમે વોઇસ નોટ પસંદ કરો છો, તો વૉઇસ મેસેજ ટ્રાન્સક્રિપ્ટનો વિકલ્પ બહાર દેખાશે, અન્યથા જમણા ખૂણે ત્રણ ડોટ પર ક્લિક કરો.

આ પછી વોઇસ મેસેજ ટ્રાન્સક્રિપ્ટ પર ક્લિક કરો. ભાષા પસંદ કરો. હવે આખો મેસેજ તમારી સામે આવશે.

ફીચર શો નથી થઈ રહ્યો? : જો તમે તમારા વોટ્સએપ પર આ ફીચર નથી બતાવતા તો ચિંતા કરવાની જરૂર નથી. આ માટે તમારે તમારું WhatsApp અપડેટ કરવું પડશે. WhatsApp અપડેટ કર્યા બાદ તમને આ ફીચર દેખાવા લાગશે.

Share This Article