Phone Tips: ફોન આપોઆપ અનલોક થાય છે? આ સેટિંગ ચાલુ કરો!

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Phone Tips: સ્માર્ટફોન સમય સાથે વધુ સ્માર્ટ બની રહ્યા છે. થોડા સમય પહેલા સુધી, સ્માર્ટફોનમાં ઘણી વખત એક સમસ્યા જોવા મળતી હતી, જેમાં આપણે ફોનને ખિસ્સામાં રાખતાની સાથે જ કે તેને અહીં-ત્યાં ટચ કરવાતાની સાથે જ ફોન આપમેળે અનલોક થઈ જતા હતા. જો તમારી પાસે જૂના ફોન હશે તો આ સમસ્યા તમરા ફોનમાં પણ થતી હશે.

હવે ફોન આપમેળે અનલોક થયા પછી ફોનમાં કોઈને કોલ લાગી જાય છે કે પછી કેટલીક એપ્સ ચાલુ થઈ જાય છે. જો તમારે હજી પણ આ સમસ્યાનો સામનો કરવો પડે છે, તો તમારે હવે તેના વિશે ચિંતા કરવાની જરૂર નથી. એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં એક ઉપયોગી ફીચર છે, જેને ઓન કર્યા પછી તમારો ફોન ઓટોમેટીક અનલોક નહીં થાય.

- Advertisement -

પોકેટ મોડ સ્માર્ટ ફીચર એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં આવે છે. આ ફીચર દ્વારા પોકેટમાં રાખેલા ફોનની સ્ક્રીન સંપૂર્ણ રીતે લોક થઈ જાય છે અને તે આપમેળે અનલોક નથી થતી. આવી સ્થિતિમાં, ન તો કોઈ કોન્ટેક્ટ કોલ રિસિવ કરશે અને ન તો કોઈ એપ ઓપન થશે. ચાલો જાણીએ કે તમારા ફોનમાં આ સિક્રેટ ફીચર કેવી રીતે ઓન કરવું.

એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં પોકેટ મોડને ઓન કરવા સૌથી પહેલા તમારા સ્માર્ટફોનની સેટિંગ્સ ઓપન કરો.

- Advertisement -

અહીં તમારે સૌથી ઉપર Pocket લખીને સર્ચ કરવાનું રહેશે.

હવે તમારી સામે Pocket Mistouch Prevention નો વિકલ્પ દેખાશે.

- Advertisement -

આ વિકલ્પ પર ક્લિક કરવાથી તમારી સામે એક નવી સ્ક્રીન ખુલશે.

અહીં તમારે Pocket Mistouch Prevention ની સામે નીચે સ્ક્રોલ કરીને ટૉગલ ચાલુ કરવું પડશે.

આ વિકલ્પને ચાલુ કર્યા પછી, જ્યારે પણ તમારા ફોનની સ્ક્રીન કોઈપણ આપમેળે અનલોક નહીં થાય, આવી સ્થિતિમાં, ફોન ખિસ્સામાં રાખતા સમયે ચાલુ થશે નહીં, ભૂલથી પણ કોલ કરશે નહીં કે અન્ય કોઈ એપ્લિકેશન ખુલશે નહીં.

Share This Article