Phone Tips: તમને તમામ નવા અને જૂના એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં ફ્લેશ લાઈટની સુવિધા મળે છે. જો કે મોટાભાગના યુઝર્સ ફોનમાં મળેલી ફ્લેશ લાઇટ ફીચરને ઉપયોગ કરતા નથી. જો કે, ઘણી વખત ફોનમાં મળેલી આ ફ્લેશ લાઇટ રાતના અંધારામાં પ્રકાશ પાળવા માટે જરુરી બને છે. પણ ઘણીવાર તમે જોયુ હશે કે તમારા ફોનની ફ્લેશ લાઈટ ઓછી રોશની આપે છે જ્યારે બીજાના ફોનમાં તમે જોવો તો તે ફ્લેશલાઈટ વધારે રોશની આપતી હોય છે
વાસ્તવમાં, તમારા સ્માર્ટફોનમાં આપેલ ફ્લેશ લાઈટ ડિફોલ્ટ રીતે સેટ જ હોય છે. જો કે, ક્યારેક એવું લાગે છે કે ફ્લેશથી ઓછો પ્રકાશ આવી રહ્યો છે. આવી સ્થિતિમાં, તમે આ ડિફોલ્ટ સેટિંગ બદલીને ફ્લેશ લાઈટ વધારી શકો છો. જી હા, અમે તેના માટે સૌથી સરળ ટ્રિક લઈને આવ્યા છે.
હા, લગભગ તમામ લેટેસ્ટ એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં ફ્લેશ લાઈટ વધારવા કે ઘટાડવાની સુવિધા હોય છે, પરંતુ મોટાભાગના લોકોને તેની જાણ હોતી નથી. જો તમે પણ એન્ડ્રોઇડ ફોનમાં ઉપલબ્ધ આ સુવિધાને જાણતા નથી, તો આ લેખ તમારા માટે છે.
એન્ડ્રોઇડ સ્માર્ટફોન ફ્લેશલાઇટ વધારવા સૌ પ્રથમ, તમારા ફોન પર નીચે સ્વાઇપ કરીને કંટ્રોલ પેનલ ખોલો. અહીં તમને ટોર્ચનો વિકલ્પ દેખાશે. આ વિકલ્પ પર ટેપ કરતાની સાથે જ ફોનની ફ્લેશ લાઈટ ચાલુ થઈ જાય છે.
પણ જો તમને લાગે છે કે તમારા ફોનમાંથી ફ્લેશ લાઇટ ઓછો પ્રકાશ આપે છે, તો તમે તેને સરળતાથી વધારી શકો છો. તેના માટે ફોનની ફ્લેશ લાઇટ વધારવા માટે, તમારે ફ્લેશ લાઈટ પર પર લોન્ગ પ્રેશ કરવું પડશે.
આ પછી તમારા ફોન સામે એક બ્રાઈટનેસ સ્કેલ ખુલશે. જો તમે ફ્લેશનો પ્રકાશ વધારવા માંગો છો, તો તમારે સ્કેલને ઉપર અથવા આગળ ખસેડવું પડશે.
જો તમને લાગે કે ફ્લેશ વધારે પ્રકાશ ઉત્પન્ન કરે છે, તો તમે સ્કેલ ઘટાડી શકો છો આ રીતે ઓછું લાગે તો વધારી પણ શકો છો
આ રીતે, તમે તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનની ફ્લેશ લાઇટની બ્રાઇટનેસ વધારી કે ઘટાડી તેને કસ્ટમાઇઝ કરી શકો છો. આ સુવિધા તમામ લેટેસ્ટ એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં ઉપલબ્ધ છે.