World Largest Camera: દુનિયાનો સૌથી મોટો ડિજિટલ કેમેરો લોન્ચ, હવે સંપૂર્ણ ગેલેક્સી દેખાશે

Arati Parmar
By Arati Parmar 3 Min Read

World Largest Camera: દુનિયાના સૌથી મોટા કેમેરાને વેરા સી. રુબિન ઓબ્ઝર્વેટરીમાં ઇન્સ્ટોલ કરવામાં આવ્યો છે. આ કેમેરા એટલો પાવરફૂલ છે કે એના દ્વારા લેવામાં આવેલા ફોટોને જોવા માટે 400થી વધુ અલ્ટ્રા હાઇ ડેફિનેશન (UHD) ટીવીની જરૂર પડે છે. આ કેમેરા દ્વારા અંતરીક્ષમાં થતી દરેક ઘટના પર નજર રાખવામાં આવશે. આ કેમેરાનું ઝૂમ એટલું બધું છે કે એના દ્વારા અન્ય ગ્રહ એટલે કે સંપૂર્ણ ગેલેક્સી પણ જોઈ શકાશે. આ કેમેરાને લાર્જ સિનોપ્ટિક સર્વે ટેલિસ્કોપ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ અત્યાર સુધીનો સૌથી મોટો ડિજિટલ ઇમેજિંગ ડિવાઇસ છે. આ ડિવાઇસની મદદથી આગામી દસ વર્ષ સુધી સાઉથ પોલ તરફ ખૂબ જ વિસ્તારથી રિસર્ચ થઈ શકે છે.

ટાઈમ લેપ્સ રેકોર્ડ કરવા માટે થશે ઉપયોગ

- Advertisement -

આ કેમેરાને સિમોની સર્વે ટેલિસ્કોપ પર ઇન્સ્ટોલ કરવામાં આવ્યો છે. આ કેમેરાનું બહુ જલદી ટેસ્ટિંગ કરવામાં આવશે. ત્યાર બાદ ઓબ્ઝર્વેટરી સંપૂર્ણ રીતે એનો ઉપયોગ કરી શકશે. આ ડિજિટલ કેમેરાને ઇન્સ્ટોલ કરવા માટે અમેરિકાની નેશનલ સાઇન્સ ફાઉન્ડેશન અને ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી દ્વારા ખૂબ જ સપોર્ટ કરવામાં આવ્યો છે. આ કેમેરાનો ઉપયોગ યુનિવર્સના ટાઈમ લેપ્સને રેકોર્ડ કરવા માટે કરવામાં આવશે.

400 UHD ટીવીની પડશે જરૂર

વેરા સી. રુબિન ઓબ્ઝર્વેટરી ચીલેના એક પર્વતની ઉપર આવેલી છે. આ કેમેરા રાતે અવકાશનું પરિક્ષણ કરશે અને ફોટો ક્લિક કરશે. આ કેમેરાનું ઝૂમ ખૂબ જ અદ્ભુત છે. એના દ્વારા ક્લિક કરવામાં આવેલા ફોટોને જોવા માટે 400 UHD ટીવીની જરૂર પડશે. એના આધારે નક્કી થાય છે કે ફોટોની ક્વોલિટી કેટલી સારી છે. આ કેમેરા સુપરનોવા, એસ્ટ્રોઇડ અને પલ્સેટિંગ સ્ટાર્સની ઇમેજ પણ ક્લિક કરવા માટે સક્ષમ છે. અવકાશમાં થતી તમામ ઘટનાઓને આ કેમેરા વડે રેકોર્ડ કરી શકાય છે. આ દ્વારા રિસર્ચર્સને નવી દિશા મળશે.

ડાર્ક મેટરને પણ શોધવામાં આવશે

વેસ્ટર્ન સાઉથ અમેરિકામાં આવેલા ચીલેમાં આવેલી આ ઓબ્ઝર્વેટરી ખગોળશાસ્ત્રી વેરા રુબિનના નામ પરથી રાખવામાં આવી છે. તેમણે તેમના સાથે કેન્ટ ફોર્ડ સાથે રિસર્ચ કરીને શોધી કાઢ્યું હતું કે ગુરુત્વાકર્ષણના નિયમને આધારે ગેલેક્સીની ઝડપ નક્કી કરવામાં આવે છે એ ખરેખર ખોટું છે, કારણ કે ગેલેક્સી એ ઝડપે નથી ભ્રમણ કરતી. એના પરથી અનુમાન લગાવવામાં આવ્યું છે કે ગેલેક્સી સાથે અન્ય કોઈ વસ્તુ સંકળાયેલી છે, જેને ડાર્ક મેટર તરીકે ઓળખવામાં આવે છે. ગેલેક્સીમાં આવેલી આ ડાર્ક મેટરને શોધવા માટે પણ આ કેમેરા મદદ કરશે.

Share This Article