અદાણી જૂથને વિદેશોમાંથી ભરપૂર સમર્થન મળી રહ્યું છે.

Reena Brahmbhatt
By Reena Brahmbhatt 3 Min Read

અબુધાબી, શ્રીલંકા, ઈઝરાયલ, તાન્ઝાનિયાનું અદાણીને પુન : સમર્થન
મુંદરા, તા. 28 : અમેરિકાથી આરોપો બાદ અદાણી જૂથને વિદેશોમાંથી ભરપૂર સમર્થન મળી રહ્યું છે. અબુધાબી, શ્રીલંકા, ઈઝરાયલ અને તાન્ઝાનિયા જેવા દેશોએ અદાણી જૂથ પર વિશ્વાસ અકબંધ રાખતાં પુન: સમર્થન આપ્યું છે. તો સતત બીજા દિવસે પણ અદાણી જૂથની કંપનીઓના શેરમાં તોફાની તેજી જોવા મળી હતી. દરમ્યાન, અદાણી જૂથ અમેરિકામાં લાગેલા આરોપો મામલે સંભવિત તમામ કાયદેસરની કાર્યવાહી કરશે. ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર યુએસના આરોપો મામલે અબુધાબીની ઈન્ટરનેશનલ હોલ્ડિગ કંપની (આઈએચસી)એ અદાણી ગ્રુપમાં તેનું રોકાણ યથાવત રાખ્યું છે. આઈએચસીએ નિવેદનમાં જણાવ્યું હતું કે, `અદાણી ગ્રૂપ સાથેની ભાગીદારી ગ્રીન એનર્જી અને સસ્ટેનેબિલિટી સેક્ટર ક્ષેત્રે યોગદાનમાં અમારા વિશ્વાસને પ્રતાબિંબિત કરે છે.

અદાણી જૂથને લઈને અમારા દૃષ્ટિકોણમાં કોઈ ફેરફાર થયો નથી’. ગત સપ્તાહે યુએસ તરફથી ગૌતમ અદાણી, તેમના ભત્રીજા અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સાગર અદાણી તેમજ અદાણી ગ્રીનના મેનાજિંગ ડિરેક્ટર વિનીત એસ. જૈન પર આક્ષેપો કરવામાં આવ્યા હતા. જો કે, ગ્રુપે તેને પાયાવિહોણા ગણાવી ફગાવ્યા હતા. આઈએચસીએ એપ્રિલ 2022માં અદાણી ગ્રીન એનર્જી અને પાવર કંપની અદાણી ટ્રાન્સમિશનમાં લગભગ 500 અમેરિકન ડોલર મિલિયનનું અને અદાણી એન્ટરપ્રાઇઝિસમાં 1 અબજ અમેરિકન ડોલરનું રોકાણ કર્યું હતું. દરમ્યાન, શ્રીલંકા પોર્ટ ઓથોરિટીએ કોલંબો ટર્મિનલમાં 1 અબજ અમેરિકન ડોલર બિલિયન રોકાણની અદાણીની ભાગીદારીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

- Advertisement -

આ પ્રોજેક્ટ શ્રીલંકાના પોર્ટ સેક્ટરમાં સૌથી મોટું વિદેશી સીધું રોકાણ બનશે. શ્રીલંકા પોર્ટ્સ ઓથોરિટીના ચેરમેન એડમિરલ સિરીમેવાન રણાસિંઘે (નિવૃત્ત) જણાવ્યું છે કે, પ્રોજેક્ટને રદ્દ કરવા અંગે કોઈ ચર્ચા થઈ નથી. આ પ્રોજેક્ટ આગામી બે-બે મહિનામાં કાર્યરત થઈ જશે. આ તરફ તાન્ઝાનિયા સરકારે પણ અદાણી પોર્ટ્સ સાથેના કરારો પ્રત્યેની પ્રતિબદ્ધતાની પુન: પુષ્ટિ કરી છે. તેને લાગે છે કે, તે પ્રોજેક્ટ્સમાં કોઈ ચિંતાની જરૂર નથી. કારણ કે, તમામ કોન્ટ્રાક્ટ તાન્ઝાનિયાના કાયદાનું સંપૂર્ણ પાલન કરે છે.

મે-2024માં તાન્ઝાનિયા અને અદાણી પોર્ટ્સે દાર-એસ-સલામ બંદર પર કન્ટેનર ટર્મિનલ-2 માટે 30 વર્ષના કન્સેશન કરાર કર્યા હતા. ઇઝરાયલે પણ અદાણી જૂથમાં વિશ્વાસ અકબંધ રાખ્યો છે. ભારતમાં ઇઝરાયલના રાજદૂતે ગુરુવારે જણાવ્યું હતું કે, `અમે ઈચ્છીએ છીએ કે અદાણી અને તમામ ભારતીય કંપનીઓ ઇઝરાયલમાં રોકાણ કરવાનું યથાવત્ રાખે,’ એમ્બેસેડર રૂવેન અઝારે યુએસના આક્ષેપોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, ઇઝરાયલને અદાણી જૂથના રોકાણથી કોઈ સમસ્યા નથી. દરમ્યાન, કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને આંતરરાષ્ટ્રીય બંદરના ભાવિ વિકાસની ખાતરી કરતાં અદાણી વાઝિંજમ પોર્ટ પ્રા.લિ. વચ્ચે પૂરક રાહત કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ પ્રોજેક્ટમાં રૂા. 10,000 કરોડના વધારાના રોકાણનો સમાવેશ થશે, પોર્ટની ક્ષમતા 30 લાખ ઝઊઞ સુધી વિસ્તરણ પામશે. દરમ્યાન અદાણી ગ્રુપના મોટાભાગના શેરોમાં સતત બીજા સત્રમાં શાનદાર રિકવરી જોવા મળી હતી. અદાણી ટોટલ ગેસનો શેર આજે સવારે 10:20 વાગ્યા સુધી 16.86 ટકાના વધારા સાથે રૂા. 811.10 પર ટ્રેડ થયો હતો. ગઈકાલે તે 20 ટકા વધ્યો હતો. અદાણી એનર્જી સોલ્યુશન્સ અને અદાણી ટોટલ ગેસના શેરમાં ગુરુવારે શરૂઆતના ટ્રાડિંગમાં સૌથી મોટો ઊછાળો જોવા મળ્યો હતો. બંને શેરમાં 10 ટકાની અપર સર્કિટ લાગી હતી

- Advertisement -
Share This Article