આધાર કાર્ડ અને વોટર IDમાં ફોટો ખરાબ આવવાનું કારણ જાણો

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Aadhaar Card & Voter Card Picture: ભારતમાં રહેવા માટે લોકોને ઘણાં દસ્તાવેજોની જરૂર પડે છે. આ દસ્તાવેજોની જરૂર અવાર નવાર કોઈના કોઈ કામ માટે પડતી હોય છે. તેમાં કેટલાક દસ્તાવેજ એવા હોય છે જે લગભગ બધા પાસે હોય છે.

જેમ કે આધાર કાર્ડ અને વોટર કાર્ડ, આ દસ્તાવેજ ભારતમાં ઘણાં લોકો પાસે હોય છે. ઓળખ કાર્ડ પર ભારતમાં દસ્તાવેજોનો ઘણો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ બંને દસ્તાવેજોમાં એક વસ્તુ કોમન જોવા મળે છે. આ બંને દસ્તાવેજોમાં જે ફોટો હોય છે, તેની ગુણવત્તા ખૂબ જ ખરાબ હોય છે. આ દસ્તાવેજોનો ફોટો અને એ શખ્સનો અસલી ચહેરો જોઈને તમને લાગશે કે બંને એક છે જ નહીં.

- Advertisement -

આખરે આધાર કાર્ડ કે વોટર આઈડી કાર્ડમાં હંમેશા લોકોનો ફોટો ખરાબ આવવા પાછળનું કારણ શું છે. તો તમને જણાવી દઈએ કે, તેની પાછળ કોઈ રોકેટ સાયન્સ નથી. પરંતુ ખૂબ જ સામાન્ય કારણ છે. જેના કારણે ફોટો ખરાબ આવે છે. એક તો એ કે બંને દસ્તાવેજો સરકારી કાર્યાલયમાં બનાવવામાં આવે છે અને સરકારી કાર્યાલયના કેમેરાની ગુણવત્તા સારી હોતી નથી. જેથી કેમેરો ઓછા રિઝોલ્યુશન વાળો હોવાથી ફોટો ચોખ્ખો આવી શકતો નથી.

તે સિવાય જો કોઈ પણ ફોટો સેશન કરાવે છે, તો તેમાં લાઇટિંગને પહેલા જરૂર ચેક કરે છે. ત્યારે જ કોઈનો ફોટો સારો આવી શકે છે. અને આ દસ્તાવેજો માટે ફોટોની વાત કરવામાં આવે તો કાર્યાલયોમાં પૂરતો પ્રકાશ હોતો નથી. ખાનાપૂર્તિ માટે ફોટો ક્લિક કરવામાં આવે છે. તે સિવાય એક જે જરૂરી કારણ છે કે, ફોટોને ડિજિટલ રીતે અપલોડ કરવામાં આવે છે. કાર્ડ પર પ્રિન્ટ કરતી વખતે ગુણવત્તા વધુ ખરાબ થઈ જાય છે. આ કેટલાક કારણ છે કે, જેના લીધે આધાર કે વોટર આઈડીમાં હંમેશા ફોટો ખરાબ આવે છે.

- Advertisement -
Share This Article