દુબઈમાં 1 BHK ફ્લેટનું ભાડું કેટલું? કયો વિસ્તાર સૌથી સસ્તો છે, જાણો

Arati Parmar
By Arati Parmar 2 Min Read

1 BHK rent in Dubai: UAE એ ભારતીયો માટે ગોલ્ડન વિઝાના નિયમો હળવા કર્યા ત્યારથી ભારતીયો માટે દુબઈમાં સ્થાયી થવું સરળ બની ગયું છે, કારણ કે તેમને તમામ સુવિધાઓ આપવા માટે નિયમો બનાવવામાં આવ્યા છે.

કોરોના સમયગાળા પછી માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રોપર્ટીના દરો ઝડપથી વધી રહ્યા છે. ઘણા શહેરોમાં પ્રોપર્ટીના ભાવ બમણા થઈ ગયા છે. તો દુબઈમાં પણ મકાનોના ભાડા વધ્યા છે.

- Advertisement -

જે લોકો દુબઈ જવાનું વિચારી રહ્યા છે તેમના માટે દુબઈનું પ્રોપર્ટી માર્કેટ અને ત્યાંના ભાડાના રેટ જાણવા જરૂરી છે. તેથી આ લેખમાં દુબઈમાં 1 BHKનું ભાડું કેટલું છે અને કયા વિસ્તાર રહેવા માટે સૌથી સસ્તા છે, તેના વિશે જાણીશું.

દુબઈમાં 1 BHK ફ્લેટનું માસિક ભાડું સામાન્ય રીતે 3,000 થી 10,000 દિરહામ સુધી છે એટલે કે લગભગ 67,000 થી 2,25,000 રૂપિયા છે. આ ભાડું સ્થળ, સુવિધા અને એપાર્ટમેન્ટની સ્થિતિ પર આધારિત છે.

- Advertisement -

દુબઈમાં સસ્તા 1 BHK ફ્લેટની વાત કરીએ, તો ઈન્ટરનેશનલ સિટીમાં માસિક ભાડું રૂપિયા 56,000થી 90,000 છે. આ દુબઈનો સૌથી સસ્તો વિસ્તાર છે, જ્યાં વિવિધ દેશોની થીમ પર આધારિત ક્લસ્ટર બનાવવામાં આવ્યા છે.

આ ઉપરાંત ડિસ્કવરી ગાર્ડન્સ, દુબઈ સિલિકોન ઓએસિસ, અલ નહદા, જુમેરા ગામ સર્કલ જેવા વિસ્તારો પણ રહેવા માટે સસ્તા છે, જ્યાં તમને પરવડે તેવા ભાડામાં મકાન મળી જાય છે. જ્યાં માસિક ભાડું રૂપિયા 67 હજારથી લઈને એક લાખ રૂપિયા સુધી છે.

- Advertisement -
Share This Article