દુબઈમાં રહેણાંક મકાનમાં લાગેલી આગમાં 16 લોકોના મોત, મૃતકોમાં ચાર ભારતીયોનો સમાવેશ થાય છે
દુબઈમાં રહેણાંક મકાનમાં લાગેલી આગમાં 16 લોકોના મોત થયા છે. મૃત્યુ પામેલાઓમાં ચાર ભારતીયો પણ સામેલ છે. આગના કારણે નવ લોકો ઘાયલ પણ થયા છે. મીડિયા રિપોર્ટ્સને ટાંકીને આ સમાચાર રવિવારે આવ્યા છે. અહેવાલો અનુસાર, શનિવારે સવારે લગભગ 12.30 વાગ્યે દુબઈના અલ રાસ વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં આગ લાગી હતી. આગ બિલ્ડિંગના ચોથા માળે લાગી હતી, જેણે બિલ્ડિંગના અન્ય ભાગોને પણ લપેટમાં લીધા હતા.
મૃતકોમાં કેરળના દંપતી અને તમિલનાડુના લોકોનો સમાવેશ થાય છે.
પહોંચી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ આસપાસની ઈમારતોમાંથી લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. આગની માહિતી મળતાં જ પોર્ટ સૈયદ ફાયર સ્ટેશન અને હમારિયા ફાયર સ્ટેશનના કર્મચારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. આગ સવારે 2.30 કલાકે કાબૂમાં આવી હતી. દુબઈમાં રહેતા ભારતીય નસીર વતનપલ્લીએ જણાવ્યું કે મૃતકોમાં ચાર ભારતીયોનો સમાવેશ થાય છે. જેમાં દંપતી કેરળના અને અન્ય બે તમિલનાડુના છે. આ અકસ્માતમાં પાકિસ્તાનના ત્રણ પિતરાઈ ભાઈઓ અને એક નાઈજીરિયન મહિલાનું પણ મોત થયું હતું.
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે બિલ્ડિંગમાં પૂરતી સુરક્ષા વ્યવસ્થા નથી. હાલ ઘટનાની તપાસ ચાલી રહી છે.