538 Caught Illegally Entering US: અમેરિકામાં 538 ગેરકાયદેસર ઘૂસણખોરોને પકડ્યા, ટ્રમ્પની કડક કાર્યવાહી!

Arati Parmar
By Arati Parmar 2 Min Read

538 Caught Illegally Entering US: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવી ગયા છે, અને તેઓ ચૂંટણી જીત્યા તે પહેલાથી જ અમેરિકા ફર્સ્ટ અને ગ્રેટ અમેરિકા અગેઈનની વાત કરી હતી, આવામાં હવે એક બહુ જ મોટી ખબર આવી રહી છે, જે વ્હાઈટ હાઉસથી શેર કરવામાં આવી છે. અમેરિકામાં ઘૂસણખોરી રોકવા માટે અમેરિકાએ તેના પાડોશી કેનેડાને પણ ઘચકાવ્યું હતું, હવે ટ્રમ્પે તેના અધિકારીઓને આ પ્રકારની ગતિવિધિ રોકવા માટે કડક સૂચના આપી છે અને તેની અસર જોવા મળી રહી છે. અમેરિકા એવો દેશ છે કે જ્યાં દુનિયાભરના લોકો એનકેન પ્રકારે જવા માગે છે પરંતુ હવે ટ્રમ્પની સત્તામાં ગેરકાયદેસર ઘૂસણખોરી રોકવા માટેના તમામ પ્રયાસો આરંભી દેવામાં આવ્યા છે.

અમેરિકામાં જે જગ્યાઓ પરથી ગેરકાયદેસર ઘૂસણખોરી થતી હોય તેવી તમામ જગ્યાઓ પર સતર્કતા વધારી દેવામાં આવી છે. વ્હાઈટ હાઉસ સેક્રેટરી કેરોલિન લેવિટ જણાવે છે કે, અમેરિકાની ઓથોરિટીએ 538 એવા લોકોની ધરપકડ કરીને મિલિટરી એરક્રાફ્ટ દ્વારા ડિપોર્ટ કરવામાં આવ્યા છે.

- Advertisement -

રિપોર્ટ્સ મુજબ, લેવિટે જણાવ્યું છે કે, આ અંગે વધુમાં જણાવ્યું છે કે, “ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન દ્વારા 538 ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સ આરોપીઓને અને શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં 4 સભ્યો ટ્રેન ડે આરાગુના ગેંગના પણ છે અને તેમની સામે ગંભીર ગુના છે.”

અમેરિકાના રાષ્ટ્રપતિ બનતા પહેલા અને બન્યા પછી પણ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કરી દીધું છે કે, ઘૂસણખોરોને અટકાવવા માટેના તમામ પ્રયાસ કરવામાં આવશે, જેમાં અમેરિકાની બોર્ડર સાથે જોડાયેલા દેશો જેવા કે મેક્સિકો, કેનેડા અને કેરેબિયન ટાપુ પરથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં આવનારા તમામ પર બાજ નજર રાખવામાં આવી રહી છે.

- Advertisement -

નોંધનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લીધા તે પહેલાથી જ પોતાના દેશમાં ખોટી રીતે આવવા માગે છે તેમની સામે કડક પગલાં ભરવાની વાત કરી હતી. જેની શરુઆત થઈ ગઈ હોય તેવું વ્હાઈટ હાઉસ દ્વારા આપવામાં આવેલી માહિતી પરથી પ્રતીત થઈ રહ્યું છે.

Share This Article