કાઠમંડુ, 7 જાન્યુઆરી: નેપાળની રાજધાની કાઠમંડુમાં મંગળવારે સવારે સાતની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો. રાષ્ટ્રીય ભૂકંપ માપન કેન્દ્રએ આ માહિતી આપી.
દેશની ભૂકંપ મોનિટરિંગ એજન્સીએ જણાવ્યું હતું કે ભૂકંપ સવારે 6.50 વાગ્યે અનુભવાયો હતો, જેનું કેન્દ્ર ચીનનું ડિંગી હતું.
ભૂકંપની અસર પડોશી જિલ્લા કાબ્રેપાલંચોક અને ધાદિંગ જિલ્લામાં પણ અનુભવાઈ હતી. કાઠમંડુમાં આવેલા ભૂકંપના કારણે ગભરાયેલા લોકો ઘરની બહાર આવી ગયા હતા.
જો કે ભૂકંપના કારણે હજુ સુધી કોઈ નુકસાનના અહેવાલ નથી.