Afghanistan Earthquack News: અફઘાનિસ્તાનમાં 5.9ની તીવ્રતાનો ભૂકંપ, દિલ્હીમાં પણ આંચકા અનુભવાયા

Arati Parmar
By Arati Parmar 1 Min Read

Afghanistan Earthquack News: દિલ્હી-એનસીઆરમાં આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ઘટના વિશે માહિતી આપતાં રાષ્ટ્રીય ભૂકંપ કેન્દ્રએ કહ્યું કે આજે અફઘાનિસ્તાનના હિંદુ કુશ વિસ્તારમાં 5.9ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો જેની અસર દિલ્હી-એનસીઆર સહિત ભારતના અનેક વિસ્તારોમાં જોવા મળી હતી.

અહેવાલ અનુસાર ભૂકંપનું કેન્દ્ર 75 કિ.મી. ઊંડે હતું. 5.9ની તીવ્રતાનો ભૂકંપ ભારે નુકસાન પહોંચાડવા માટે પૂરતું ગણાય છે. ખાસ કરીને ભૂકંપના કેન્દ્રની આજુબાજુના વિસ્તારોમાં. જોકે અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ સામે આવ્યા નથી. પરંતુ ભૂકંપનો આંચકો ભારે હોવાને કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો.

- Advertisement -

ભૂકંપના આંચકા સવારે 4:44 વાગ્યે અનુભવાયા હોવાની જાણકારી મળી રહી છે. જેના કારણે લોકો ફફડી ગયા હતા અને ઊંઘમાંથી ઊઠી દોટ મૂકવાની ફરજ પડી હતી. ભારતમાં દિલ્હી-એનસીઆર, યુપી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને જમ્મુ-કાશ્મીરના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ આફ્ટર શૉક અનુભવાયા હતા.

Share This Article