Anti Musk Protesters: ઈલોન મસ્ક વિરુદ્ધ બળવો, હજારો લોકો રસ્તા પર, ટેસ્લાની કારોને જાહેરમાં સળગાવી!

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Anti Musk Protesters: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના ઈલોન મસ્કની આ દિવસોમાં મુશ્કેલીઓ વધતી જઈ રહી છે. યુએસ સરકારમાં ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સીમાં પ્રમુખ પદ સંભાળી રહેલા મસ્ક સામે વિશ્વભરમાં વિરોધ પ્રદર્શનો તીવ્ર બન્યા છે. શનિવારે હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને મસ્ક વિરુદ્ધ નારા લગાવ્યા હતા. આ દરમિયાન લોકોએ ટેસ્લા કારને પણ નિશાન બનાવી. આ દરમિયાન લોકોએ ઘણી ટેસ્લા કારને આગ ચાંપી દીધી હતી. અમેરિકા ઉપરાંત બ્રિટન અને જર્મની જેવા દેશોમાં પણ લોકો મસ્ક પ્રત્યે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે લોકો DOGE પ્રમુખ તરીકે મસ્કની નીતિઓનો વિરોધ કરવા માટે આ પગલું ભરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે, મસ્કે આ વિભાગ હેઠળ કામ કરતા લોકોની સંવેદનશીલ માહિતી મેળવી છે અને સરકારી ખર્ચમાં ઘટાડો કરવાનો હવાલો આપીને એજન્સીઓ બંધ કરી દીધી છે. આ કારણોસર એક જ ઝટકામાં હજારો લોકોએ પોતાની નોકરી ગુમાવી દીધી છે અને લાખો લોકો પ્રભાવિત થયા છે.

- Advertisement -
Share This Article