Bangladesh-China Sign Agreements: ભારત માટે નવી ચિંતા! બાંગ્લાદેશ તીસ્તા નદીનું મેનેજમેન્ટ ચીનને સોંપવાની તૈયારીમાં?

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Bangladesh-China Sign Agreements: નવી દિલ્હીની મુલાકાત દરમિયાન બાંગ્લાદેશ પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની દ્વિપક્ષીય બેઠકમાં તિસ્તા નદીના પાણી વ્યવસ્થાપનનું કામ ભારતને આપવાનું વચન આપ્યું હતું.  22 જૂન, 2024ના રોજ બન્ને નેતાઓ સંમત થયા હતા કે એક ભારતીય ટીમ ટૂંક સમયમાં ઢાકાની મુલાકાત લેશે જે તિસ્તા જળ વ્યવસ્થાપન માટે ભાવિ યોજના ઘડશે. હવે બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે ભારત માટે ખૂબ જ સંવેદનશીલ આ નદી પ્રોજેક્ટનું કામ ચીની કંપનીઓને સોંપવાનું વચન આપ્યું છે.

બાંગ્લાદેશ અને ચીન નવ કરારો પર હસ્તાક્ષર થયા

- Advertisement -

અહેવાલો અનુસાર, શુક્રવારે (28મી માર્ચ) બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળ્યા. આ દરમિયાન નવ કરારો પર હસ્તાક્ષર થયા. કેટલાક કરારો ભારતના હિતોને અસર કરશે. મોહમ્મદ યુનુસે માત્ર તિસ્તા જળ વ્યવસ્થાપન જ નહીં, પરંતુ મોંગલા બંદરના વિકાસ માટે પૂર્વ અવામી લીગ સરકારના કાર્યકાળ દરમિયાન ભારત સાથે થયેલા કરારને પણ રદ કરવાનો ઇરાદો દર્શાવ્યો છે.

મોહમ્મદ યુનુસ અને શી જિનપિંગ વચ્ચેની બેઠક બાદ જાહેર કરાયેલા સંયુક્ત નિવેદનમાં, બાંગ્લાદેશે તેના મોંગલા બંદરને આધુનિક બનાવવા અને વિકસાવવા માટે ચીનનું સ્વાગત કર્યું. ચીન લાંબા સમયથી આના પર નજર રાખતું હતું. ચીનના ભારે દબાણને અવગણીને, હસીના સરકારે જુલાઈ 2024માં ભારતને તેમાં ટર્મિનલ વિકસાવવાના અધિકારો આપ્યા.

ચીન ચટ્ટોગ્રામમાં એક ખાસ આર્થિક ક્ષેત્ર બનાવશે

યુનુસ સરકારે જાહેરાત કરી છે કે ચીન ચટ્ટોગ્રામમાં એક ખાસ આર્થિક ક્ષેત્ર સ્થાપશે. આ ભારતના વ્યૂહાત્મક હિતો માટે એક મોટો પડકાર હશે. અત્યાર સુધી ભારત બાંગ્લાદેશને તેના ઉત્તર-પૂર્વ ક્ષેત્રને ચીન તરફથી ભવિષ્યના પડકારોથી બચાવવા માટે સહયોગ કરી રહ્યું હતું. પરંતુ હવે યુનુસ સરકારે ચીનને ઉત્તરપૂર્વીય રાજ્યોના સૌથી નજીકના બંદર ચટ્ટોગ્રામ નજીક સ્થાયી કરવા માટે વ્યવસ્થા કરવાનો હેતુ વ્યક્ત કર્યો છે.

બાંગ્લાદેશમાં ખાસ ચીની ઔદ્યોગિક આર્થિક ક્ષેત્ર વિકસાવવામાં ચીન મદદ કરશે

અહેવાલો અનુસાર, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું કે, ‘ચીન બાંગ્લાદેશમાં એક ખાસ ચીની ઔદ્યોગિક આર્થિક ક્ષેત્ર અને ઔદ્યોગિક પાર્ક બનાવવામાં મદદ કરશે. ચીનમાં વધુ બાંગ્લાદેશી ઉત્પાદનો આવવાનું અને અબજો ડોલરના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ (BRI) પ્રોજેક્ટ્સ તેમજ ડિજિટલ અને દરિયાઈ અર્થતંત્રમાં સહયોગનું પણ સ્વાગત કર્યું.’

Share This Article