NRI બન્યા પછી ભારતીય નાગરિકતા ફરી મેળવવી શક્ય છે? જાણો નિયમો

Arati Parmar
By Arati Parmar 2 Min Read

દર વર્ષે લાખો લોકો ભારતમાંથી વિદેશ જાય છે. કેટલાક લોકો અભ્યાસ માટે વિદેશ જાય છે તો કેટલાક નોકરી માટે અન્ય દેશોમાં જાય છે. ભારતીય લોકો મોટાભાગે અમેરિકા, બ્રિટન, કેનેડા અને મધ્ય પૂર્વમાં સ્થાયી થયા છે.

સામાન્ય રીતે જે ભારતીયો અમેરિકા, બ્રિટન, કેનેડા જેવા વિકસિત દેશોમાં નોકરી કરવા જાય છે તેઓ થોડા સમય પછી ત્યાંની નાગરિકતા મેળવે છે. આવી સ્થિતિમાં તેઓને ભારતીય નાગરિકતા છોડવી પડે છે.

- Advertisement -

જો કોઈ ભારતીય નાગરિક NRI બન્યા પછી એટલે કે અન્ય કોઈ દેશની નાગરિકતા લે છે અને ભારતીય નાગરિકતા છોડી દે છે, તો તે ફરીથી ભારતીય નાગરિક બની શકે ?

NRI બન્યા પછી વ્યક્તિ ફરીથી ભારતીય નાગરિક બની શકે છે. આ માટેની પ્રક્રિયા ભારતીય નાગરિકતા અધિનિયમ, 1955 હેઠળ નિર્ધારિત કરવામાં આવી છે. તમે નાગરિકતા માટે ફરીથી અરજી કરી શકો છો.

- Advertisement -

ભારતીય નાગરિકત્વ પાછું મેળવવું શક્ય છે, પરંતુ નિર્ધારિત કાનૂની પ્રક્રિયાને અનુસરવી જરૂરી છે. ભારતીય નાગરિકતા પાછી મેળવવા માટે વ્યક્તિએ ભારત સરકારને અરજી કરવી પડશે.

વ્યક્તિએ સાબિત કરવું પડશે કે તેણે તેની નાગરિકતાનો ત્યાગ કર્યા પછી પણ ભારત સાથે સંબંધ જાળવી રાખ્યો છે. આ ઉપરાંત ભારતમાં ચોક્કસ સમયગાળા સુધી રહેવાની શરત પૂરી કરવી પડે છે.

- Advertisement -

જો કોઈ વ્યક્તિ ભારતીય નાગરિકતા સંપૂર્ણપણે પાછી મેળવી શકતો નથી, તો તે OCI કાર્ડ માટે અરજી કરી શકે છે. તે ભારતમાં રહેવા, કામ કરવા અને મિલકત ખરીદવાનો અધિકાર આપે છે, પરંતુ તેને સંપૂર્ણ નાગરિકતા ગણવામાં આવતી નથી.

Share This Article