China Nursing Home Fire: ચીનના નર્સિંગ હોમમાં આગે લીધું ભયાનક રૂપ, 20ના જીવ ગયાં, અનેકને સમયસર બચાવાયા

Arati Parmar
By Arati Parmar 1 Min Read

China Nursing Home Fire: ચીનથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. ઉત્તર ચીનમાં આવેલા એક નર્સિંગ હોમમાં આગ લાગવાથી 20 લોકો મૃત્યુ પામી ગયા હતા. જોકે હજુ સુધી આગ કેમ લાગી તેનું કારણ જાણી શકાયું નથી.

શું હતી ઘટના?

- Advertisement -

મળતી માહિતી મુજબ, શિન્હુઆના સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, 8 એપ્રિલે રાત્રે 9 વાગ્યે હેબેઈ પ્રાંતમાં ચેંગડે શહેર સ્થિત એક નર્સિંગ હોમમાં આગ લાગી હતી. નર્સિંગ હોમમાં આગ લાગ્યા બાદ સુરક્ષિત બહાર કાઢવામાં આવેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ કુલ કેટલાં લોકો ઈજાગ્રસ્ત થયાં તેની ચોક્કસ માહિતી સામે નથી આવી. જોકે, અત્યાર સુધી 20 લોકોના આગમાં બળીને મોત થયાની માહિતી સામે આવી છે.

આગનું કારણ અકબંધ

ફાયરની ટીમ દ્વારા હજુ આગ લાગવાના કારણ વિશે તપાસ કરવામાં આવી રહી છે. હજુ સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. તંત્ર દ્વારા સમગ્ર સ્થિતિની તપાસ કરવામાં આવી રહી છે.

Share This Article