China Pig Liver Transplant in Human News: ચીનમાં વૈજ્ઞાનિક ક્રાંતિ, ડુક્કરની કિડની માનવ શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ, શું પ્રયોગ સફળ રહ્યો?

Arati Parmar
By Arati Parmar 3 Min Read

China Pig Liver Transplant in Human News: ચીનના સંશોધકોએ કરેલાં દાવા અનુસાર પ્રાણીઓના અંગનું  માનવ શરીરમાં  પ્રત્યારોપણ કરવાના મામલે નવી દિશા સાંપડી છે. ચીનમાં ડોક્ટરોએ ડુક્કરની કિડની માણસમાં સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરી ચૂક્યા છે અને હવે ડુક્કરના લિવર્સ પણ ભવિષ્યમાં માનવને ઉપયોગી બનશે તેવા સંકેત આપ્યા છે. આ ચીની દર્દી દુનિયામાં ત્રીજી વ્યક્તિ છે જે જનીન દ્વારા સંપાદિત ડુક્કરની કિડની સાથે જીવી રહી છે. આ જ સંશોધક ટીમે બ્રેઇન ડેડ વ્યક્તિના શરીરમાં ડુક્કરના લિવરને ટ્રાન્સપ્લાન્ટ કરવાનો પણ પ્રયોગ કર્યો છે.

ચીનના વિજ્ઞાાનીઓએ આ સિદ્ધિ હાંસલ કરવા માટે ડુક્કરના અંગોને માનવસમાન બનાવવા માટે જિનેટિકલી તેમાં ફેરફાર કરી રહ્યા છે. તેમને આશા છે કે આમ કરી તેઓ ભવિષ્યમાં અંગોની અછતને નિવારી શકશે. અગાઉ યુએસમાં ડુક્કરના હ્ય્દયને અને કિડનીઓને માનવશરીરમાં બેસાડવાના અખતરાં થઇ ચૂક્યા છે પણ આ ચારે દર્દીઓ લાંબું જીવી શક્યા નથી. પણ ડુક્કરની કિડની ધરાવતાં બે દર્દીઓ જીવી રહ્યા છે. અલાબામાની એક મહિલામાં નવેમ્બરમાં અને ન્યુ હેમ્પશાયરમાં જાન્યુઆરીમાં એક પુરૂષમાં ડુક્કરની કિડનીઓ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. યુએસમાં આ મામલે ક્લિનીકલ ટ્રાયલ શરૂ થવાની છે.

- Advertisement -
Share This Article