Donald Trump Tariff news : વિદેશી કાર પર 25% ટેરિફ! ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાતથી ઓટો સેક્ટરમાં હલચલ

Arati Parmar
By Arati Parmar 1 Min Read

Donald Trump Tariff news : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે ઓટો આયાત પર ભારે ટેરિફની જાહેરાત કરી. વ્હાઇટ હાઉસે માહિતી આપી હતી કે ટ્રમ્પે વિદેશી ઉત્પાદિત વાહનો પર 25 ટકા ટેરિફની જાહેરાત કરી છે. ટ્રમ્પના આ પગલાથી ઓટો સેક્ટરમાં અરાજકતા ફેલાઈ શકે છે કારણ કે ટ્રમ્પના ઓચિંતા નિર્ણયને કારણે વ્યવસાયિક ભાગીદારો સાથે તણાવ વધશે.

આ ટેરિફ 2 એપ્રિલથી અમલમાં આવી જશે

- Advertisement -

ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં કહ્યું કે, “જે કારનું નિર્માણ અમેરિકામાં થયું નથી અમે તેના પર 25 ટકા ટેરિફ લાદવા જઈ રહ્યા છીએ. જો અમેરિકામાં જ કારનું નિર્માણ થયેલું હશે તો કોઈ ટેરિફ નહીં ચૂકવવો પડે. મારો નિર્ણય આગામી 2 એપ્રિલથી અમલમાં આવશે. ટ્રમ્પે ખાસ કહ્યું કે હાલમાં વિદેશી કાર અને હળવા ટ્રક પર જે ટેરિફ લાગુ છે એના સિવાય આ નવો ટેરિફ ઝીંકવામાં આવી રહ્યો છે.

યુરોપિયન યુનિયન નારાજ

- Advertisement -

યુરોપિયન યુનિયનના વડા ઉર્સુલા વોન ડેર લેયેને બુધવારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તમામ ઓટો આયાત પર 25 ટકાના નવા ટેરિફની જાહેરાતની આકરી ટીકા કરી હતી. વોન ડેર લેયેને એક નિવેદનમાં જણાવ્યું હતું કે “યુરોપિયન ઓટોમોટિવ નિકાસ પર ટેરિફ લાદવાના અમેરિકાના નિર્ણય બદલ મને ખૂબ જ દુઃખ છે”. તેમણે કહ્યું કે યુરોપિયન યુનિયન તેના તેના આર્થિક હિતોનું રક્ષણ કરતા વાટાઘાટો દ્વારા આ વિવાદોનું ઉકેલ શોધવાનું ચાલુ રાખશે.”

Share This Article