Hizbul Mujahideen war threat to India : પાકિસ્તાન દ્વારા હાલમાં જ પહેલગામમાં આતંકી હુમલો કરવામાં આવ્યો હતો અને 27 જેટલી જિંદગીઓને એક મિનિટમાં તબાહ કરી દેવામાં આવી હતી.જેને લીધે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધવા પામ્યો છે.અને પાકિસ્તાનમાં ભીતિ સેવાઈ રહી છે કે, ભારત ગમે તે કડક પગલાં લઇ પાકિસ્તાનને સબક શીખવાડી શકે છે.પરંતુ બીજી તરફ તે પણ એક હકીકત છે કે, આંતકના રંગમાં રંગાયેલ પાકિસ્તાન ગમે તેટલી બર્બાદીઓ અને સબક બાદ પણ સુધારવામાં માનતું હોય તેવું ક્યાંય દેખાઈ રહ્યું નથી.હજીપણ તે ભારતને ઘમરોળવાના સપના જ જુવે છે.અને હજી પણ તક મળે ભારતમાં લોહીની નદીઓ વહાવવા માંગે છે.વધુમાં ઈસ્લામિક દેશો પ્રોક્સી આતંકવાદી સંગઠનો દ્વારા તેમના દુશ્મનો સામે જેહાદ ચલાવે છે. ઈઝરાયેલથી લઈને ભારત સુધીના દેશોને નુકસાન પહોંચાડવા માટે આ મોડલ અપનાવવામાં આવી રહ્યું છે. ઈરાનમાં ઘણા ઈસ્લામિક આતંકવાદી સંગઠનો છે જે ઈઝરાયેલ સામે યુદ્ધ લડી રહ્યા છે. પાકિસ્તાન પણ વર્ષોથી આ મોડલ પર કામ કરી રહ્યું છે. એવા સમયે જ્યારે પહેલગામ આતંકી હુમલા બાદ ભારત તરફથી કડક કાર્યવાહીની સંભાવના છે, ત્યારે હિઝબુલ મુજાહિદ્દીને યુદ્ધની જાહેરાત કરી છે. એવું માનવામાં આવે છે કે આ આતંકવાદી સંગઠને પાકિસ્તાનની કુખ્યાત ગુપ્તચર સંસ્થા ISIના ઈશારે યુદ્ધની જાહેરાત કરી છે.
બાય ધ વે,RESONANT NEWS એ પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીન (HM)ના ટોચના આતંકવાદી શમશેર ખાનનો વીડિયો પ્રકાશિત કર્યો છે. આ વીડિયો આ આતંકી સંગઠનના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી 24 એપ્રિલે રિલીઝ કરવામાં આવ્યો હતો, જેમાં તેણે કાશ્મીરમાં જેહાદની જાહેરાત કરી છે. પાકિસ્તાનના ઘણા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પરથી દાવો કરવામાં આવ્યો છે કે આ આતંકવાદી સંગઠને ભારત વિરુદ્ધ ‘સશસ્ત્ર સંઘર્ષ’ શરૂ કરવાની જાહેરાત કરી છે.
આતંકવાદી સંગઠને ભારત સામે યુદ્ધની ઘોષણા કરી
પહેલગામ આતંકી હુમલા પર ભારત કડક છે. ભારતીય વડા પ્રધાને સ્પષ્ટ કર્યું છે કે આતંકવાદીઓને એવી સજા આપવામાં આવશે જેની કલ્પના પણ ન કરી શકાય. તેથી પાકિસ્તાનને ભારત તરફથી જવાબી કાર્યવાહીનો ડર છે. આથી પાકિસ્તાને આતંકવાદી સંગઠનો દ્વારા ભારત સામે જેહાદની જાહેરાત કરી છે. જેમાં હિઝબુલ મુજાહિદ્દીનનો પણ સમાવેશ થાય છે. કારગિલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાની સેનાએ આતંકવાદીઓ અને સેનાને જોડીને ભારત પર હુમલો કર્યો હતો. અને ફરી એકવાર પાકિસ્તાને એ જ રણનીતિ અપનાવી. આ આતંકી સંગઠન દ્વારા જાહેર કરવામાં આવેલો આ વીડિયો લગભગ એક મિનિટનો છે. આ વીડિયોમાં શમશેર ખાન જોવા મળી રહ્યો છે, જે કાશ્મીરના પુંછ વિસ્તારનો રહેવાસી છે, પરંતુ હાલ તે પાકિસ્તાનમાં રહે છે.
જો કે શમશેર ખાન સૈયદ સલાહુદ્દીન જૂથનું નેતૃત્વ કરે છે, પરંતુ હવે શમશેર ખાનનો ઉપયોગ નવી રીતે કરવાની યોજના બનાવવામાં આવી છે. આ પહેલા લશ્કર-એ-તૈયબા (LeT) એ પહેલગામમાં થયેલા આતંકી હુમલાની જવાબદારી લીધી હતી. જે બાદ ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. અહેવાલો અનુસાર, પહેલગામ હત્યાકાંડનું આયોજન લશ્કરના આતંકવાદી સૈફુલ્લાહ કસુરીએ કર્યું હતું, જે લશ્કરની રાજકીય પાંખના વડા પણ છે. RESONANT NEWS એ ઘણા વીડિયો પોસ્ટ કર્યા છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાની અધિકારીઓ લશ્કરના આતંકવાદીઓને સુરક્ષા આપી રહ્યા છે. એટલે કે પાકિસ્તાને આતંકવાદીઓને સક્રિય કર્યા છે અને આતંકવાદીઓ દ્વારા જેહાદની જાહેરાત કરી છે.
ત્યારે હવે આખરે ભારતે સૌ પ્રથમ તો સુરક્ષા વ્યવસ્થા સઘન કરવી પડશે.સુરક્ષા માથે કોઈ સમાધાન નહીં ચાલે.અને બીજું કે કાશ્મીર જેવા રાજ્યોમાં તેવા પોઇન્ટ શોધવા પડશે કે, જ્યાં થી ઘુષણખોરી અટકાવી શકાય.ચાંપતો બંદોબસ્ત કરવો જ પડશે અને તે સાથે ઓપેરશન ઓલ આઉટ પણ ચાલુ રાખવું જ પડશે.આ લોહી ચૂસતા મચ્છરો છે કે જેનો તમારે ખાત્મો જ બોલાવવો પડે.અને પાકિસ્તાનને પણ તેવું સબક શીખવાડવું પડશે કે, જેમાં તે 50-100 વર્ષ સુધી બેઠું જ ન થઇ શકે.No Way ..