India help Myanmar in Earthquack: મ્યાનમાર ભૂકંપ પીડિતોને ભારતની મદદ, સૈન્ય વિમાન મારફતે જીવનરક્ષક સામગ્રી રવાનાં

Arati Parmar
By Arati Parmar 1 Min Read

India help Myanmar in Earthquack: ભયાનક ભૂકંપે પાંચ દેશોને હચમચાવી નાખ્યા છે. મ્યાનમાર અને થાઈલેન્ડમાં ભૂકંપે ભારે તબાહી મચાવી છે. ભૂકંપના આંચકાએ બાંગ્લાદેશ અને ચીનના કેટલાક ભાગોને પણ હચમચાવી નાખ્યા છે. જ્યારે ભારતના મેઘાલય, દિલ્હીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ દરમિયાન ભારત એલર્ટ થઈ જતાં ભૂકંપગ્રસ્ત દેશો માટે તાત્કાલિક મદદનો હાથ લંબાવ્યો હતો.

જુઓ કઈ કઈ વસ્તુઓ મોકલી…

- Advertisement -

શનિવારે સવારે ભારતીય વાયુસેનાના સ્ટેશન હિંડોનથી 15 ટન રાહત સામગ્રી મ્યાનમાર મોકલવામાં આવી હતી. આ રાહત સામગ્રી ભારતીય વાયુસેનાના વિમાન C 130 J દ્વારા મ્યાનમાર પહોંચાડાઈ હતી. રાહત સામગ્રીમાં તંબુ, સ્લીપિંગ બેગ, ધાબળા, તૈયાર ખોરાક, વૉટર પ્યૂરીફાયર, સફાઈ કીટ, સૌર લેમ્પ, જનરેટર સેટ, આવશ્યક દવાઓ (પેરાસીટામોલ, એન્ટિબાયોટિક્સ, કેન્યુલા, સિરીંજ, મોજા, કોટન બેન્ડેજ, પેશાબની થેલીઓ વગેરે)નો સમાવેશ થાય છે.

ભયાનક ભૂકંપમાં 186ના મોત

- Advertisement -

ઉલ્લેખનીય છે કે ગઈકાલે મ્યાનમારમાં 7.7 અને 7.2 ની તીવ્રતાના એક પછી એક બે શક્તિશાળી ભૂકંપ આવ્યા હતા. જેની લપેટમાં મ્યાનમાર સહિત બાંગ્લાદેશ, ભારત, થાઈલેન્ડનું બેંગકોક શહેર અને ચીન પણ આવી ગયું હતું. જેના કારણે ભારે તબાહી મચી હતી. મોતનો આંકડો લગભગ 186 ને વટાવી ગયો છે ત્યાં ઘાયલોની સંખ્યા પણ 1000ને પાર જતી રહી છે.

- Advertisement -
Share This Article