Israel and Hamas war: ઈદ પર ઈઝરાયલની પેલેસ્ટાઇનને ચેતવણી, તાત્કાલિક હુમલા શરૂ

Arati Parmar
By Arati Parmar 4 Min Read

Israel and Hamas war: ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ તૂટ્યા પછી હવે તેને આગળ લંબાવવા અંગે હજુ સુધી કોઈ સમજૂતી થઈ નથી. આ દરમિયાન ઈઝરાયલના હુમલાઓ ચાલુ છે અને ઈદના તહેવાર સમયે પણ તેમાં કોઈ ઘટાડો જોવા ન મળ્યો. એટલું જ નહીં મુસ્લિમોના સૌથી મોટા તહેવાર ઈદના અવસર પર ઇઝરાયલી સેનાએ ગાઝા પટ્ટી પર વસેલા રફાહ શહેર ખાલી કરવાની ચેતવણી જારી કરી હતી. ઇઝરાયલે કહ્યું કે, ‘રફાહ શહેર ખાલી કરાવી લેવું, નહીંતર જીવનું જોખમમાં રહી શકે છે.’ એટલે એ વાત સ્પષ્ટ છે કે ઈઝરાયલ ગાઝા પટ્ટી પર સ્થિત આ શહેર પર ફરીથી હવાઈ અને જમીની હુમલાઓ તીવ્ર બનાવી શકે છે.

તમામ સહાય રોકી દેવામાં આવી 

- Advertisement -

ઉલ્લેખનીય છે કે, ગયા મહિને હમાસની સાથે યુદ્ધવિરામ સમાપ્ત થઈ ગયો હતો અને તેને લંબાવવા માટે હજુ સુધી કોઈ સમજૂતી સધાઈ નથી. માર્ચની શરૂઆતમાં ઇઝરાયલે 20 લાખ લોકો સુધી પહોંચતી સહાય, ખોરાક, દવા અને બળતણ વગેરેનો સપ્લાય રોકી દીધો હતો.

રફાહ શહેરને જ ખાલી કરવાની ચેતવણી

- Advertisement -

ઇઝરાયલી સૂત્રોનું કહેવું છે કે, આ એટલા માટે કરવામાં આવી રહ્યું છે, કે જેથી કરીને ઇઝરાયલ યુદ્ધવિરામની શરતો માની લે. આ પછી પણ હમાસે યુદ્ધવિરામ અંગે કોઈ ઉતાવળ ન બતાવી, તો ઇઝરાયલ તરફથી હુમલા ચાલુ રહ્યા. અને હવે રફાહ શહેરને જ ખાલી કરવાની ચેતવણી આપવામાં આવી છે. આ દરમિયાન રવિવારથી રફાહમાં 11 લોકો માર્યા ગયા છે, જેમના મૃતદેહ મળી આવ્યા છે. તેમાથી ઘણા લોકો હમાસ સાથે જોડાયેલા આતંકવાદી છે. ઇઝરાયલી સેનાએ પેલેસ્ટિનિયનોને રફાહને બદલે મુવાસી તરફ જવા કહ્યું છે. આ ઉપરાંત ત્યાં મોટી સંખ્યામાં લોકો ટેન્ટમાં વસેલા છે. આ આદેશ ઈદના અવસરના તહેવાર પર જારી કરવામાં આવ્યો છે, જે દિવસે મુસ્લિમો ઉજવણી કરે છે અને એકબીજાને મળે છે. તેમજ રમઝાન મહિનાનો આ છેલ્લો દિવસ છે.

મે મહિનાથી ઇઝરાયલ રફાહ ક્રોસિંગ પર કબજો કરી રહ્યું છે

- Advertisement -

ઉલ્લેખનીય છે કે, ઈઝરાયલે ગયા વર્ષે મે મહિનામાં રફાહ પર પણ મોટો હુમલો કર્યો હતો જેમાં શહેરને લગભગ તબાહ કરી દીધું હતું. હાલમાં ઇજિપ્ત સાથે જોડાતા રફાહ ક્રોસિંગ પર પણ ઇઝરાયલી સેનાનો કબજો છે. ગાઝાનો આ વિશ્વ સાથે સંપર્ક રાખવાનો આ એકમાત્ર રસ્તો છે, જે ઈઝરાયલ દ્વારા નિયંત્રિતમાં નથી. પરંતુ હવે યહૂદી દેશ પાસે અહીં પણ સેના છે. આ કોરિડોરમાંથી ઇઝરાયલી સેનાને બહાર નીકળવાનું હતું અને આ શરત પણ યુદ્ધવિરામમાં સામેલ હતી. પરંતુ એ શક્ય ન થયું. અમેરિકાના દબાણ પછી પણ ઇઝરાયલે આ વાતનો ઇનકાર કર્યો હતો. તેમનું કહેવું છે કે, હમાસના લોકો અહીંથી હથિયારોની તસ્કરી કરે છે અને તેઓ તેમને રોકવા માટે અહીં રહેશે. તો આ બાજુ હમાસનું કહેવું છે કે, આના કારણે પેલેસ્ટિનિયનોને દવા અને રાશન જેવી આવશ્યક વસ્તુઓ મથી મળી શકતી.

24 ઇઝરાયલીઓ હજુ પણ હમાસ દ્વારા બંધક બનાવવામાં આવ્યા છે

ઇઝરાયલનું કહેવું છે કે, ‘હમાસે હજુ પણ તેના 59 લોકોને બંધક બનાવ્યા છે. જ્યાં સુધી તે લોકો મુક્ત નહી થાય ત્યા સુધી આવા હુમલા ચાલુ રહેશે. તેમજ આ બંધકોમાંથી ઘણા મૃત્યુ પામ્યા છે અને તેમાથી માત્ર 24 જ જીવિત છે.’

ઇઝરાયલની બીજી પણ એક માંગ છે કે, ‘હમાસે પોતાના શસ્ત્રો સોંપી દેવા જોઈએ અને ગાઝા છોડી દેવું જોઈએ. પરંતુ હમાસે આ શરતોનો માનવા તૈયાર નથી. બેન્જામિન નેતન્યાહૂએ રવિવારે કહ્યું હતું કે, તેઓ ગાઝાની સુરક્ષા પોતાના હાથમાં લેશે. ડોનાલ્ડ ટ્રમ્પનો પ્લાન પણ ત્યાં લાગુ કરવામાં આવશે અને ગાઝાની વસ્તીને અન્ય દેશોમાં શિફ્ટ કરવામાં આવશે.

Share This Article