ઇઝરાયેલ હવે પેલેસ્ટાઇન પ્રાંતમાં તેનું ઓપરેશન વધુને વધુ વિસ્તાર તેના કબ્જા હેઠળ રહે તે રીતે કરી રહ્યુ છે. આમ કરીને તે આતંકવાદીઓનો સફાયો કરવા માંગે છે.ઇઝરાયેલનું વલણ સ્પષ્ટ છે કે હમાસને સંપૂર્ણ ખતમ કરવામાં નહીં આવે ત્યાં સુધી ગાઝાને તે તેના તાબામાં રાખશે.
ઇઝરાયેલની સરકારે સ્પષ્ટ જણાવી દીધું છે કે તેઓ સુરક્ષા વાડની સાથે ગાઝામાં મોટો બફર ઝોન બનાવી રાખવા માંગે છે. ઇઝરાયેલનો આ બફરઝોન ૨૦૨૩માં યુદ્ધ શરૂ થયા પછી નોંધપાત્ર પ્રમાણમાં વિસ્તર્યો છે. ઇઝરાયેલે જણાવ્યું હતું કે તેની સલામતી માટે બફર ઝોન જરૂરી છે. જ્યારે પેલસ્ટાઇનીઓને લાગે છે કે ઇઝરાયેલ તેમનો વધુને વધુ વિસ્તાર કબ્જે કરી રહ્યું છે. આના લીધે હવે તે લગભગ ૨૦ લાખ લોકોને બને તેટલી ઓછી જગ્યામાં રહેવાની ફરજ પાડી રહ્યું છે.
ઇઝરાયેલના સંરક્ષણ વડાપ્રધાન કાત્ઝે જણાવ્યું ન હતું કે ગાઝામાં તેમણે કામગીરીમાં વિસ્તાર કર્યો તેમા કેટલા વિસ્તાર જપ્ત કર્યા છે અને તેમના કેટલા વિસ્તાર તાબા હેઠળ આવ્યા છે. ઇઝરાયેલે ગાઝાનો ૬૦ ટકા વિસ્તાર નો ગો ઝોન જાહેર કર્યો છે. એટલે કમસેકમ આટલા વિસ્તાર પર તેનો કબ્જો છે.તેઓએ જણાવ્યું હતું કે ગાઝાના લોકો હમાસ પર દબાણ લાવે અને હમાસ પાસેના કુલ ૫૯ બંધકો છે તની મુક્તિ સુનિશ્ચિત કરે.