Justin Trudeau Resign : કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પોતાના કર્મનું પરિણામ ભોગવવું પડ્યું. તેમણે સોમવારે કેનેડાના વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
લિબરલ પાર્ટીમાં આંતરિક અસંતોષ અને લોકપ્રિયતામાં ઘટાડાને કારણે જસ્ટિન ટ્રુડોને આ પગલું ભરવાની ફરજ પડી હતી. 53 વર્ષીય નેતાએ ઓટાવામાં એક પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને જણાવ્યું હતું કે, “નવા પક્ષના નેતાની પસંદગી થયા પછી હું પાર્ટીના નેતા અને વડા પ્રધાન તરીકે રાજીનામું આપવા માગું છું.” આનો અર્થ એ થયો કે નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી ટ્રુડો કાર્યકારી વડા પ્રધાન તરીકે રહેશે.
જસ્ટિન ટ્રુડો 2015 થી કેનેડાના વડા પ્રધાન હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લિબરલ પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણી નેતૃત્વના મુદ્દાઓ પર નિર્ણય લેશે અને તેની બેઠક આ અઠવાડિયે યોજાવાની છે.
5 જાન્યુઆરીના રોજ, સૂત્રોએ જણાવ્યું હતું કે તેઓ અપેક્ષા રાખે છે કે નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી ટ્રુડો પદ પર રહેશે.
લિબરલ પાર્ટીના એક સૂત્રએ કહ્યું કે આગામી નેતા નક્કી કરવામાં ઓછામાં ઓછા ત્રણ મહિનાનો સમય લાગશે, જો કે પાર્ટીના બંધારણમાં ઓછામાં ઓછા ચાર મહિનાની જોગવાઈ છે.