Laughing gas addiction grips Western youth: યુરોપ અને અમેરિકાના યુવાઓમાં નવો ખતરો, નાઇટ્રસ ઓકસાઇડ ‘લાફિંગ ગેસ’ બની લત

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Laughing gas addiction grips Western youth: અમેરિકા અને યુરોપમાં અનેક સરકારો અને પ્રશાસન લાફિંગ ગેસ એટલે કે નાઇટ્રસ ઓકસાઇડના વધતા જતા વ્યસનથી પરેશાન છે. અનેક યુવાઓ આ ગેસને પાર્ટીઓમાં નશીલી દવા તરીકે લે છે. કેટલાક યુવાઓ ૧૫ થી ૧૭ વર્ષની નાની ઉંમરે જ નાઇટ્રસ ઓકસાઇડનો ઉપયોગ કરવાનું શીખી લે છે. કેટલાક લોકો ગુબ્બારામાં તો કેટલાક કેનમાં ભરીને ગેસ ખરીદે છે. યુરોપમાં કેટલાક સુપર માર્કેટમાં લાફિંગ ગેસ કાયદેસર રીતે સરળતાથી મળી રહે છે. કેટલીક ગ્રોસરીની દુકાનવાળા પણ લાફિંગ ગેસ રાખે છે. કોઇ ડિલરનો સંપર્ક કરવાથી પણ નાઇટ્રસ ઓકસાઇડ આપી દે છે.

ઘણી વાર યુવાઓ પાર્ટીનું આયોજન કરતા પહેલા હાસ્ય અને ખુશીનો માહોલ ઉભો થાય તે માટે નાઇટ્રસ ઓકસાઇડ લઇને આવવાનો નિયમ બનાવે છે. જો સરળતાથી મળી રહેતો હોયતો તે નુકસાન નહી કરતો હોય એવું માનવા યુવાનો પ્રેરાય છે. કેટલાક વર્ષો પહેલા બ્રિટિશના એક જર્નલ દ્વારા રિપોર્ટ પ્રકાશિત થયો હતો. બ્રિટનમાં જે કિશોરોએ આ લાફિંગ ગેસ વિશે સાંભળ્યું હતું તેમાંથી ૯૨ ટકાને ગેસથી થતા નુકસાન અંગે કોઇ જ જાણકારી ન હતી. હવે યુરોપના કેટલાક દેશોની સરકાર નાઇટ્રસ ઓકસાઇડના વેચાણ પર નિયંત્રણ મુકવાનો વિચાર કરી રહી છે.

- Advertisement -
Share This Article