છેલ્લા દાયકામાં ભારતીય ઇમિગ્રન્ટ્સ (NRI)ની પસંદગીમાં ફેરફાર જોવા મળ્યો છે. અગાઉ યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા ભારતીયોનું સૌથી વધુ પસંદગીનું સ્થળ હતું, પરંતુ હવે ઝડપથી તેમની પ્રાથમિકતા બદલાઈ રહી છે.
2010-2020 સુધી અમેરિકા ભારતીયો માટે ફેવરિટ દેશ રહ્યો. આ સમયગાળા દરમિયાન યુએસએમાં ભારતીય મૂળના લોકોની સંખ્યા 45 લાખ સુધી પહોંચી ગઈ હતી.
H1-B વિઝાએ IT અને મેડિકલ ક્ષેત્રે કામ કરતા લોકોને આકર્ષ્યા, તો અમેરિકાની ટોચની યુનિવર્સિટીઓ ભારતીય વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે આકર્ષ્યા હતા.
જો કે, તાજેતરના વર્ષોમાં વિઝા નિયમોની કડકતા અને કાયમી નિવાસ (ગ્રીન કાર્ડ) માટેના લાંબા વેઇટિંગ પિરિયડને કારણે અમેરિકાની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે.
2020 બાદ દુબઈ (UAE) ભારતીયો માટે ઝડપથી ફેવરિટ બની રહ્યું છે. કરમુક્ત આવક અને ભારતથી નજીક હોવાથી આ સ્થાન વધુ અનુકૂળ છે. દુબઈમાં રોજગારની તકો ખાસ કરીને ઉત્પાદન, સેવા અને ટેક્નોલોજી ક્ષેત્રોમાં સતત વધી રહી છે. સરળ વિઝા પ્રક્રિયા અને રોકાણ પ્રોત્સાહન નીતિઓ ભારતીયોને આકર્ષી રહી છે.
રોજગારની તકો અને દુબઈની પ્રગતિશીલ ઇમિગ્રેશન નીતિઓને કારણે છેલ્લા 10 વર્ષોમાં ભારતીયોની પસંદગી બદલાઈ રહી છે અને યુએસના બદલે દુબઈ ફેવરિટ દેશ બની રહ્યો છે.