Pahalgam Terror Attack : પાણી રોકવું એટલે યુદ્ધ’ – પાકિસ્તાનનો પ્રતિસાદ, એરસ્પેસ અને વેપાર પર રોક

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Pahalgam Terror Attack : જમ્મુ-કાશ્મીરના પહરલગામમાં મંગળવારે (22 એપ્રિલે) ભયાનક આતંકવાદી હુમલો થયા બાદ ભારત પાકિસ્તાન વિરુદ્ધ કડકાઈથી કાર્યવાહી કરી છે. ભારતે 1960 સિંધુ જળ સમજૂતી ખતમ કરવા સહિત અનેક પગલા ભર્યા છે, જેના કારણે પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. ભારતના નિર્ણયની અસર આખા પાકિસ્તાન પર પડ્યો છે. આ જ ક્રમમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ગુરુવારે (24 એપ્રિલ, 2025) એક ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠક પણ બોલાવી હતી, જેમાં તેમણે ભારતીય ફ્લાઇટ્સ માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરવાનો આદેશ આપ્યો છે. એટલું જ નહીં શાહબાજ સરકારે કહ્યું કે, પાણી રોકવું યુદ્ધ જેવી કાર્યવાહી છે.

પાકિસ્તાને પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કર્યું

- Advertisement -

પાકિસ્તાનના વડાપ્રધાનની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં તેઓએ ભારત આવતી અને જતી કોમર્શિયલ ફ્લાઇટ્સ માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે. શાહબાઝ સરકારના જણાવ્યા અનુસાર, હવે ભારતીય ફ્લાઇટ્સને પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. સિંધુ જળ સંધિને સ્થગિત કરવાના અને રાજદ્વારીઓને ભારતમાંથી હાંકી કાઢવાના ભારતના નિર્ણયથી પાકિસ્તાન નારાજ છે.

ભારતે ઉતાવળમાં નિર્ણય લીધો : ઈશાક ડાર

- Advertisement -

પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન ઈશાક ડારે બુધવારે મોડી રાત્રે એક ખાનગી ટેલિવિઝન ચેનલ સાથે વાત કરતા ભારતના આ પગલાને ઉતાવળમાં લેવાયેલો નિર્ણય ગણાવ્યો હતો. પહેલગામ હુમલા પછી જેદ્દાહથી તાત્કાલિક પરત ફરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિમાન પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાંથી પસાર થયું નહીં અને અન્ય રસ્તેથી પસાર થયું હતું. આ પહેલા મંગળવારે (22 એપ્રિલ) જેદ્દાહ જતી વખતે વડાપ્રધાન મોદીનું વિમાન પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાંથી પસાર થયું હતું.

Share This Article