NASA Parker Solar Record: નાસાનું પાર્કર સ્પેસક્રાફ્ટ અત્યાર સુધી સૂર્યની સૌથી નજીક જનારું સ્પેસક્રાફ્ટ બન્યું છે. મનુષ્ય દ્વારા બનાવવામાં આવેલી કોઈ પણ વસ્તુમાં આ સ્પેસક્રાફ્ટનો સમાવેશ થાય છે, જે સૂર્યની સૌથી નજીક પહોંચવામાં સફળ રહ્યું છે. નાસાના પાર્કર સોલાર સ્પેસક્રાફ્ટ દ્વારા આ નવો રેકોર્ડ બનાવવામાં આવ્યો છે.
સૂર્યની નજીક જવાનો રેકોર્ડ
નાસાના પાર્કર સ્પેસક્રાફ્ટે એક ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. સૂર્યથી 62,12,068 કિલોમીટરના રેડિયસમાં જનારું આ પહેલું સ્પેસક્રાફ્ટ છે. સ્પેસક્રાફ્ટ સાથે મનુષ્ય દ્વારા બનાવવામાં આવેલું કોઈ પણ વસ્તુ છે. પહેલાંના રેકોર્ડની સામે આ રેકોર્ડ સાત ગણો વધારે નજીક પહોંચ્યાનો છે. સૂર્યની જેમ નજીક જાય તેમ તેની ગરમીને કારણે વસ્તુ સળગી જાય છે. આથી તેની નજીક આટલું પહેલાં ક્યારેય પહોંચી શકાયું નથી.
સ્પીડ રેકોર્ડ
નાસાના પાર્કર સોલર સ્પેસક્રાફ્ટ દ્વારા સૂર્યની સૌથી નજીક પહોંચવાના રેકોર્ડની સાથે સ્પીડનો પણ રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. આ સ્પેસક્રાફ્ટ દ્વારા તેના મિશન દરમિયાન સૌથી વધુ સ્પીડ 4,30,000 માઇલ્સ પ્રતિ કલાક એટલે કે એક કલાકમાં 6,92,018 કિલોમીટરનું અંતર કાપવામાં આવ્યું હતું. 6.92 લાખની સ્પીડથી જતું આ દુનિયાની સૌથી ઝડપથી જતું વાહન છે. વાહન કહો કે કોઈ પણ વસ્તુ, જે આટલી સ્પીડમાં આજ સુધી ક્યારેય ટ્રાવેલ કરી નથી શક્યું. બીજી રીતે જોઈએ તો આ સ્પેસક્રાફ્ટ અમેરિકાના વોશિંગટન ડી.સી.થી જાપાનના ટોક્યોનું અંતર એક સેકન્ડમાં કાપતું હતું. 2018માં પાર્કર સોલાર સ્પેસક્રાફ્ટને લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારથી લઈને અત્યાર સુધી તેણે સૂર્યની 21 ફ્લાયબાયસ પૂરી કરી છે, એટલે કે સૂર્યની ફરતે પરિક્રમણ કરવું. દરેક પરિક્રમણમાં આ સ્પેસક્રાફ્ટ વધુ ને વધુ નજીક જવાની કોશિશ કરતું હતું.
સ્પેસક્રાફ્ટનું મિશન
પાર્કર સોલર સ્પેસક્રાફ્ટનું મિશન સૂર્યના કોરોનાને એક્સપ્લોર કરવાનું છે. સૂર્યના કોરોના એટલે કે સૂર્યના એટમોસ્ફિયરનો બહારનો ભાગ. એને નરી આંખે નથી જોઈ શકાતો, કારણ કે સૂર્યના પ્રકાશને કારણે એ જોઈ શકાતો નથી. એને ખાસ સાધનો વડે જોઈ શકાય છે. કંઈક-કૈક વાર ગ્રહણ દરમિયાન પણ એ જોવા મળે છે. આ એરિયામાંની પરિસ્થિતિ ખૂબ જ એક્સ્ટ્રીમ હોય છે. તેમાં 1400 ડિગ્રી સેલ્સિયસનું ટેમ્પરેચર અને રેડિએશનનું પ્રમાણ પણ ખૂબ જ વધુ હોય છે. આ પરિસ્થિતિથી સ્પેસક્રાફ્ટના સાધનોને બચાવવા માટે એના પર કાર્બન-કંપનીટ શિલ્ડનો ઉપયોગ કરવામાં આવે છે. સ્પેસક્રાફ્ટની અંદરના ઇન્સ્ટ્રુમેન્ટ્સનું તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ રાખવામાં એ મદદ કરે છે.
સૂર્યનું રહસ્ય
વિજ્ઞાનીઓમાં એ કુતુહલ ઘણાં વર્ષોથી છે કે સૂર્યની સપાટી કરતાં સૂર્યના કોરોનાનું તાપમાન કેમ અતિશય ગરમ હોય છે. આ રહસ્ય તેમણે જાણવું છે. આ સાથે જ સૂર્યનો પવન ક્યાંથી અને કેવી રીતે ઉદ્ભવ થાય છે, તેમજ કોરોના કેવી રીતે બને છે, જેવી ઘણી બાબતો છે જેમાં વિજ્ઞાનીઓને રસ છે. સૂર્યના પવનને કારણે ઘણી વાર ઇલેક્ટ્રિક ઘટના ઘટે છે અને એને કારણે પૃથ્વી પર પાવર ગ્રિડ્સ અને કોમ્યુનિકેશન સિસ્ટમ બંધ થઈ જાય છે. આથી એનો અભ્યાસ કરવો પણ ખૂબ જ જરૂરી છે.
વધુ નજીક જવાની કોશિશ
નાસાના ધ પાર્કર સોલર સ્પેસક્રાફ્ટને યુજીન પાર્કર પરથી નામ આપવામાં આવ્યું છે. યુજીન પાર્કર દ્વારા પહેલી વાર સૂર્યના પવન વિશેનું પ્રીડિક્શન કરવામાં આવ્યું હતું. આ સ્પેસક્રાફ્ટ દ્વારા સૂર્યના પવનમાં થતી મેગ્નેટિક સ્વિચબેક્સની શોધ કરવામાં આવી છે. આ સ્પેસક્રાફ્ટ હવે 2025માં સૂર્યની વધુ નજીક જવાની કોશિશ કરશે. 22 માર્ચ અને 19 જૂન માટેની તારીખ પણ નક્કી થઈ ગઈ છે. જો એ સૂર્યની વધુ નજીક જવામાં સફળ રહ્યું તો વધુ જાણકારી મળવાની અને નવી શોધ થવાની સંભાવના છે.