President Donald Trump: પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેમાં ઈરાન સાથે ”પરમાણુ કરાર મંત્રણા” ફરી શરૂ કરવા તૈયાર છે. આ અંગે તેમણે ઈરાનના સર્વોચ્ચ નેતાઓને પત્ર લખી મોકલ્યો છે.
તે સર્વવિદિત છે કે ઈરાન પરમાણુ શસ્ત્ર બનાવવાની નજીક પહોંચી ગયું છે. તેથી અમેરિકા સહિત જગત ચિંતાતુર છે.
આ પત્ર લખ્યા પછી પ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે ”મેં ગઈકાલે (બુધવારે) ઈસ્લામિક રીપબ્લિક ઑફ ઈરાનના ટોચના લોકોને એક પત્ર લખી મોકલ્યો છે તેમાં લખ્યું છે કે આપણે તે અંગે કોઈ સમજુતી સાધીએ. કારણ કે હું ઈરાનને નુકસાન કરવા માગતો નથી. ઈરાનીઓ એક મહાપ્રજા છે.”
જોકે હજી પણ ઈરાનને કોઈ પત્ર મળ્યો નથી, તેમ ઈરાનના દુતાવાસે જણાવ્યું હતું. બીજી તરફ શુક્રવારે ઈરાને યુએનમાં પણ જણાવ્યું હતું કે ”ઈરાનને હજી સુધી કોઈ પત્ર મળ્યો નથી. તેથી તે વિષે અમારે કશું કહેવાનું નથી.”
જ્યારે ઈરાનના સર્વોચ્ચ સલામતી દળની ન્યુઝ સર્વિસ કહ્યું હતું કે ”વૉશિંગ્ટન આવા ગતકડાં તો વારંવાર કરતું આવ્યું છે.”
આ પછી ડૉનાલ્ડ ટ્રમ્પને પત્રકારોએ પુછયું કે ”તમોએ ઈરાનના અમનના પશ્ચિમ વિરોધી સર્વોચ્ચ નેતા આયાતોલાયા ખામેનીને પત્ર મોકલ્યો છે ?” ત્યારે ટ્રમ્પે કહ્યું ”હા”.
પશ્ચિમના અધિકારીઓ માને છે કે પરમાણુ શસ્ત્રથી સજ્જ ઈરાન, ઈઝરાયલ ગલ્ફ અને આરબ ઓઇલ પ્રોડયુસર્સ માટે ભયાવહ તંગી રહેશે અને તેથી વ્યાપક પ્રાદેશિક યુદ્ધ પણ ફાટી નીકળે.