Samoa Island at the forefront of obesity issues: દુનિયામાં લોકો સ્વાસ્થ્યની વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. એક તરફ મોટી મોટી બિમારીઓથી લોકો બેહાલ છે ત્યાં બીજી તરફ પોતાની લાઈફસ્ટાઈલ અને ખાવાપીવાની આદતના કારણે સ્વાસ્થ્યની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. દુનિયામાં હાલમાં મેદસ્વીતાની સમસ્યા ખૂબ જ વકરી રહી છે. ખાસ કરીને અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને કેરેબિયન આઈલેન્ડના નાના નાના ટાપુઓ કે જેઓ નાનકડા દેશો છે ત્યાં સ્વાસ્થ્ય સમસ્યાઓ વકરી રહી છે. આ નાનાનકડા દેશોમાં મેદસ્વીતાની સમસ્યા વધી ગઈ છે. બીજી તરફ હાઈ ઈન્કમ ધરાવતા મોટા દેશોમાં પણ મેદસ્વીતાની સમસ્યા વકરી રહી છે.
મેદસ્વીતા એક ગ્લોબલ હેલ્થ પ્રોબ્લેમ બની રહ્યો છે જે તમામ ઉંમરના લોકોને અસર કરે છે. જાણકારોના મતે બોડી માસ ઇન્ડેક્સ (BMI) જો 30થી વધારે આવે ત્યારે વ્યક્તિને મેદસ્વી વ્યક્તિ તરીકે પરિભાષિત કરવામાં આવે છે. મહત્ત્વની બાબત એ છે કે, ડોક્ટરો અને જાણકારો દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે, મેદસ્વીતા ઘણા રોગોનું કારણ પણ બને છે, જેમાં હૃદયની સમસ્યાઓ, સ્ટ્રોક, ટાઇપ 2 ડાયાબિટીસ અને કેટલાક પ્રકારના કેન્સરનો સમાવેશ થાય છે.
અમેરિકન સમોઆ આઈલેન્ડમાં 70 ટકા વસતી મેદસ્વી
વર્લ્ડ ઓબેસિટી ડેટા પ્રમાણે વિશ્વમાં સૌથી વધુ મેદસ્વી લોકો અમેરિકન સમોઆ દેશમાં છે. જાણકારોના અહેવાલ પ્રમાણે અહીં BMI મુજબ 70 ટકા લોકો મેદસ્વી છે. અહીંયા લોકોના ખાનપાન ખૂબ જ ખરાબ છે. તેઓ મોટાભાગે પેકેટ ફૂડ અને પ્રોસેસ્ડ ફૂડ ઉપર આધારિત હોવાના અહેવાલો છે. મેદસ્વી લોકોની યાદીમાં બીજા સ્થાને આવનારો દેશ નૌરુ છે. નૌરુ દક્ષિણ પેસિફિક મહાસાગરમાં સ્થિત એક નાનો ટાપુ દેશ છે. અહીં મેદસ્વીતાનો દર સમોઆ આઈલેન્ડ કરતા માત્ર એક ટકા ઓછઓ એટલે કે 69 ટકા છે. ટોકેલાઉ નામનો નાનકડો દેશ મેદસ્વીતા મુદ્દે વિશ્વમાં ત્રીજા ક્રમે આવે છે. અહીંયા 67 ટકા વસતી મેદસ્વીતાનો શિકાર બનેલી છે. નાના-મોટા સૌ લોકોમાં મેદસ્વીતાના લક્ષણો જોવા મળે છે.
કૂક ટાપુનો મેદસ્વીતાનો દર 66 ટકા છે
ત્યાબાદ પેસેફિક મહાસાગરમાં આવલો કુક ટાપુ ચોથા ક્રમે આવે છે. ન્યૂઝીલેન્ડમાં ઉત્તર-પૂર્વમાં આવેલા આ દેશમાં મેદસ્વીતાનો દર 66 ટકા છે. પાંચમા ક્રમે ન્યુઈ નામનો દેશ છે, જ્યાં 63 ટકા લોકો મેદસ્વી રહે છે. મેદસ્વીતાની વાત આવે ત્યારે આ ટોચના 5 નાનકડા દેશો ઉપરાંત ટોંગા, તુવાલુ, ફ્રેન્ચ પોલિનેશિયા અને અમેરિકાનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે. આ યાદીમાં ભારત ઘણું પાછળ છે તે ખૂબ જ સારી બાબત છે. આમ જોવા જઈએ તો, આપણા દેશમાં જંક ફૂડ અને અન્ય કારણોસર મેદસ્વીતાની સમસ્યા વધી રહી છે. બીજી તરફ ભારત આ યાદીમાં પાછળ છે. ભારત કુલ 200 દેશોની યાદીમાં 180મા ક્રમે છે. આપણા દેશમાં મેદસ્વીતાનું પ્રમાણ માત્ર 5.38 હોવાનો અંદાજ છે.