South Korea plane crash: દક્ષિણ કોરિયામાં પ્લેન અકસ્માત માટે કોણ જવાબદાર? નવી ખૂલી માહિતી

Arati Parmar
By Arati Parmar 1 Min Read

South Korea plane crash : દક્ષિણ કોરિયાના મુઆન એરપોર્ટ પર આજે સવારે ભયાનક વિમાન દુર્ઘટના (South Korea plane crash) સર્જાઈ હતી, જેમાં 179 લોકોએ જીવ ગુમાવ્યા. જેજુ એરનું બોઇંગ 737-800 વિમાનમાં 181 લોકો સવાર હતા, જે ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન રનવે પરથી સરકીને દિવાલ સાથે અથડાયું હતું. રાહત અને બચાવ કાર્યમાં જોડાયેલા કર્મચારીઓએ 120 મૃતદેહો બહાર કાઢ્યા છે, જ્યારે બે લોકોનો બચાવ થયો છે.

અહેવાલો સનુસાર, આ દુર્ઘટના સ્થાનિક સમય અનુસાર સવારે 9:07 વાગ્યે થઈ. વિમાન બેંગકોકથી દક્ષિણ કોરિયા પરત ફરી રહ્યું હતું. જેજુ એર ફ્લાઈટ 2216 દેશના દક્ષિણ પશ્ચિમમાં મુઆન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ કરી રહી હતી, આ દરમિયાન દુર્ઘટના ઘટી હતી.

- Advertisement -

આ કારણે બની દુર્ઘટના:

કોરિયન અધિકારીઓનેએ જણાવ્યું હતું કે વિમાન લેન્ડ કરવાના બીજા પ્રયાસ દરમિયાન ક્રેશ થયું હતું. પહેલીવાર લેન્ડીંગનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો, ત્યાર બાદ એરપોર્ટની ચક્કર લગાવ્યા બાદ લેન્ડિંગ ગિયર ખોલ્યા વગર ઈમરજન્સી બેલી લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

- Advertisement -

બેલી લેન્ડિંગના પ્રયાસ દરમિયાન વિમાન રનવેથી આગળ વધીને, એરપોર્ટની દિવાલ સાથે અથડાયું. એક મોટો વિસ્ફોટ થયો અને આગની જ્વાળાઓ ફાટી નીકળી હતી. એક મુસાફર અને એક ક્રૂ મેમ્બરને બચાવી લેવામાં આવ્યા છે.

વિમાનમાં 175 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર સવાર હતા. મુસાફરોમાંથી, 173 દક્ષિણ કોરિયાના નાગરિકો છે અને 2 થાઈલેન્ડના નાગરીકો હતાં.

- Advertisement -
Share This Article