US Immigration Policy: ટ્રમ્પની ચેતવણી, ગ્રીન કાર્ડ માટે નાગરિક સાથે લગ્ન કર્યા તો થશે જેલ!

Arati Parmar
By Arati Parmar 2 Min Read

US Immigration Policy: ગેરકાયદે ઇમિગ્રેશનને રોકવા માટે ટ્રમ્પ અલગ-અલગ યુક્તિ અપનાવી રહ્યા છે. ટ્રમ્પના નિશાન પર એવા ઇમિગ્રન્ટ્સ પણ છે જેઓ ગ્રીન કાર્ડ મેળવવા માટે અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડીથી લગ્ન કરી લે છે. યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (USCIS) એ તેને ફેડરલ ગુનો ગણાવતા કહ્યું કે, આરોપીઓને ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી આપી દીધી છે.

એજન્સીએ કહ્યું કે, જે વ્યક્તિ ઇરાદાપૂર્વક ઇમિગ્રેશન કાયદાની કોઈ પણ જોગવાઈથી બચવા માટે લગ્ન કરે છે તેને લગ્ન છેતરપિંડી કાયદાની કલમ 1325(c) હેઠળ પાંચ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.

- Advertisement -

લગ્નનું નાટક કરીને ખૂબ પૈસા કમાઈ રહ્યા છે લોકો

તમને જણાવી દઈએ કે, અમેરિકામાં નાગરિકતા મેળવવાનો સૌથી સરળ રસ્તો લગ્ન જ છે. એવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, જ્યાં અમેરિકન નાગરિકતા મેળવવા માટે વિદેશી નાગરિકો અમેરિકન છોકરીઓ સાથે લગ્ન કરે છે અને પછી છૂટાછેડા લઈ લે છે. બીજી તરફ કેટલાક કિસ્સાઓમાં અમેરિકન નાગરિકો પૈસા માટે લગ્ન કરે છે અને પછી છૂટાછેડા લે છે. ટ્રમ્પ પ્રશાસનના મતે હવે જો કોઈ વિદેશી વ્યક્તિ આવું કરશે તો તેને કરોડો રૂપિયાનો દંડ અને દેશનિકાલનો સામનો કરવો પડી શકે છે. એજન્સીએ સામાન્ય લોકોને લગ્નની છેતરપિંડીમાં સંડોવાયેલા લોકો અથવા ઇમિગ્રેશનનો ખોટો લાભ લેનારા લોકો વિશે માહિતી આપવા પણ કહ્યું છે.

- Advertisement -

ટ્રમ્પની ઇમિગ્રન્ટ્સને ચેતવણી

આ ઉપરાંત અમેરિકન વહીવટી તંત્રએ અમેરિકામાં રહેતા ઇમિગ્રન્ટ્સ માટે એક ચેતવણી જારી કરી છે, જેણે લાખો-કરોડો લોકોની ચિંતા વધારી દીધી છે.

- Advertisement -

અમેરિકન સરકારના વિભાગે પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ મૂકી છે. વિભાગે આ પોસ્ટમાં લખ્યું કે, ‘વિઝા જારી થયા બાદ યુ. એસ. વિઝા સ્ક્રીનીંગ બંધ નથી થતી. અમે વિઝા હોલ્ડરોની સતત તપાસ કરીએ છીએ જેથી ખાતરી કરી શકીએ કે, તેઓ અમેરિકાના તમામ કાયદાઓ અને ઇમિગ્રેશન નિયમોનું પાલન કરે છે. જો કોઈ પણ વિઝા હોલ્ડર અમેરિકાના તમામ કાયદા અને ઇમિગ્રેશન નિયમોનું પાલન નહીં કરે, તો અમે તેમના વિઝા રદ કરી દઈશું અને તેમને ડિપોર્ટ કરી દઈશું.’ અમેરિકન સરકારના નવા નિર્દેશ પ્રમાણે ‘જે લોકોને અમેરિકામાં કામ કરવા અને રહેવા માટે વિઝા મળી ગયા છે તેઓ પણ સતત અમેરિકન વહીવટીતંત્રના રડાર પર રહેશે.’

Share This Article